કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે કહ્યું કે, GST હેઠળ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને આવરી લેવા માટેની જોગવી પહેલેથી જ છે
પેટ્રોલ-ડીઝલના ભાવમાં જનતાને મળી શકે મોટી રાહત
નાણામંત્રીએ કહ્યું, પેટ્રોલ-ડીઝલને GST હેઠળ આવરી લેવાની તૈયારી
રાજ્યો વચ્ચે સહમતી બાદ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને GST હેઠળ આવરી લેવાશે
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે જણાવ્યું છે કે, રાજ્યો વચ્ચે સહમતી બાદ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને GST હેઠળ આવરી લેવામાં આવશે. જો આવું થશે તો 2022 બાદ પહેલીવાર સરકારના કોઈ નિર્ણયથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થશે. ઉધ્યોગોના સમૂહ પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સભ્યો સાથે પોસ્ટ-બજેટ સંવાદ દરમ્યાન નાણામંત્રીએ મોટું નિવેદન આપ્યું છે.
File Photo
નાણામંત્રી નિર્મલા સિતારમણે કહ્યું કે, GST હેઠળ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને આવરી લેવા માટેની જોગવી પહેલેથી જ છે. હાલ પેટ્રોલિયમ ક્રૂડ, પેટ્રોલ, હાઈસ્પીડ ડિઝલ, કુદરતી ગેસ અને એટીએફને GSTમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. નોંધનીય છે કે, GST કાઉન્સિલની 49મી બેઠક આગામી 18 ફેબ્રુઆરીએ યોજાનાર છે.
Union Budget is ensuring a multiplier effect for growth momentum in all sectors: Union Finance Minister @nsitharaman at the Post Budget Session of PHD Chamber of Commerce and Industry (PHDCCI)
આ સાથે નાણામંત્રીએ જણાવ્યું હતું કે, પેટ્રોલિયલ પ્રોડક્ટ્સ પર GST દર શું લાગુ કરવો એ અંગે રાજ્યોએ નિર્ણય લેવાનો છે. એકવાર તેઓ નિર્ણય લેશે એ પછી પેટ્રોલિયમ પ્રોડકટ્સને GST હેઠળ આવરી લેવાશે. મહત્વનું છે કે, નાણામંત્રીના નિવેદન બાદ એ આશા ફરી બંધાણી છે કે, આગામી દિવસોમાં સંભવિત રીતે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે.