બ્રેકિંગ ન્યુઝ
VTV / Will the Olympics be held in India? PM Modi made a big announcement, said he will leave no stone unturned...
Megha
Last Updated: 12:59 PM, 15 October 2023
ADVERTISEMENT
આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની 141મી બેઠક ભારતમાં યોજાઈ રહી છે. ભારત 40 વર્ષ બાદ IOC બેઠકનું આયોજન કરી રહ્યું છે. અગાઉ આ બેઠકનું આયોજન 1983માં દિલ્હીમાં કરવામાં આવ્યું હતું. બેઇજિંગમાં યોજાયેલી છેલ્લી બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે આગામી બેઠક ભારતમાં યોજાશે. ભારતે હજુ સુધી એક પણ વખત ઓલિમ્પિકનું આયોજન કર્યું નથી. વર્તમાન IOC મીટિંગમાં, ભારત ઓલિમ્પિક્સ 2036ની યજમાની માટે બિડ તૈયાર કરી રહ્યું છે. IOCની 141મી બેઠકનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમણે ઓલિમ્પિકની યજમાનીને લઈને એક મોટી વાત કહી છે.
Leaving for Mumbai, where I will be addressing the 141st IOC Session. India is delighted to host this prestigious gathering, which will deepen our connect with the Olympics movement.
— Narendra Modi (@narendramodi) October 14, 2023
ADVERTISEMENT
પીએમ નરેન્દ્ર મોદીએ આ વાત કહી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીની બેઠકનું ઉદ્ઘાટન કરતાં કહ્યું હતું કે, "ભારત ઓલિમ્પિકની યજમાનીને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ભારતમાં 2036 ઓલિમ્પિકનું આયોજન કરવાના પ્રયાસોમાં ભારત કોઈ કસર છોડશે નહીં. કારણ કે આ 140 કરોડ ભારતીયોનું સપનું છે. IOCના સમર્થનથી અમે આને પૂર્ણ કરવા ઈચ્છીએ છીએ. રમતગમત એ માત્ર મેડલ જીતવા વિશે જ નથી, પરંતુ તે દિલ જીતવાનો શ્રેષ્ઠ માર્ગ પણ છે. પહેલા ભારત 2029માં યોજાનારી યુથ ઓલિમ્પિકની યજમાની કરવા પણ ઉત્સુક છે. ભારત મોટા પાયે વૈશ્વિક કાર્યક્રમનું આયોજન કરવા તૈયાર છે. G20ની હોસ્ટિંગ દરમિયાન દુનિયાએ આ જોયું છે. "
#WATCH | Mumbai | At the 141st IOC Session, Prime Minister Narendra Modi says, "India is eager to organise Olympics in the country. India will leave no stone unturned in the preparation for the successful organisation of the Olympics in 2036, this is the dream of the 140 cr… pic.twitter.com/qLPc9CrNuF
— ANI (@ANI) October 14, 2023
ભારતમાં 40 વર્ષ બાદ આ બેઠક યોજાઈ રહી છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે 40 વર્ષ બાદ ભારતમાં IOCની બેઠક યોજવી અમારા માટે ગર્વની વાત છે. વર્ષોથી ભારતે તમામ પ્રકારની વૈશ્વિક સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનું આયોજન કરવાની તેની ક્ષમતા સાબિત કરી છે. અમે તાજેતરમાં ચેસ ઓલિમ્પિયાડનું આયોજન કર્યું હતું જેમાં વિશ્વના 186 દેશોએ ભાગ લીધો હતો.ભારત દર વર્ષે વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગનું પણ આયોજન કરે છે.
India eagerly anticipates hosting the Olympics. pic.twitter.com/NOAIcau7SK
— PMO India (@PMOIndia) October 14, 2023
રમતગમત માત્ર મેડલ જીતવાનું માધ્યમ નથી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે રમતગમત પણ 'વસુધૈવ કુટુંબકમ'ની આપણી ભાવનાને મજબૂત કરે છે. તેથી અમારી સરકાર દરેક સ્તરે રમતગમતને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહી છે. ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ, ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ, ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ અને ટૂંક સમયમાં યોજાનારી ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સ તેના ઉદાહરણો છે. રમતગમત માત્ર મેડલ જીતવાનું માધ્યમ નથી પણ દિલ જીતવાનું માધ્યમ છે. રમતગમત માત્ર ચેમ્પિયન જ નથી બનાવતી પરંતુ વિશ્વને શાંતિ, પ્રગતિ અને સુખાકારી તરફ દોરી જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.