બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Will the government give 25000 rupees per month to all the unemployed youth of the country, let us know the truth

PIB Fact Check / શું સરકાર દેશના બધા બેરોજગાર યુવાનોને દર મહિને આપશે 25000 રુપિયા? જાણી લેજો સચ્ચાઈ

Hiralal

Last Updated: 04:36 PM, 22 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકાર દેશના બધા બેરોજગાર યુવાનોને દર મહિને 25000 રુપિયા આપી રહી છે તેવો વાયરલ થયેલો મેસેજ ફેક હોવાનું પીઆઈબી ફેક્ટ ચેકમાં જણાવાયું છે.

  • સોશિયલ મીડિયા પર વાયરલ થયો મેસેજ
  • સરકાર યુવાનોને આપી રહી છે 25000 રુપિયા
  • પીઆઈબી ફેક્ટ ચેકમાં વાયરલ મેસેજ ફેક નીકળ્યો 

સોશિયલ મીડિયા પર દરરોજ કંઇકને કંઇક વાયરલ થાય છે. કેટલીક એવી વાતો પણ છે જે લોકોને ખૂબ જ સરપ્રાઇઝ આપે છે. સાથે જ કેટલીક અફવાઓ પણ સોશિયલ મીડિયા દ્વારા ખૂબ ફેલાવવામાં આવે છે. આ અફવાઓના કારણે લોકોમાં ભ્રમની સ્થિતિ પણ ફેલાય છે. સાથે જ હવે આવી માહિતી સામે આવી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતના તમામ બેરોજગાર લોકોને મહિને 25000 રૂપિયા આપવામાં આવશે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વધુ એક ભ્રમિત મેસેજ 
વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઇએસઆઇસી) ભારતના તમામ બેરોજગાર નાગરિકોને એક વર્ષ માટે માસિક 25,000 રૂપિયા આપી રહ્યું છે. તેના વિશે એક પત્ર પણ વાયરલ છે. આ પત્રમાં કર્મચારી રાજ્ય વીમા નિગમનું નામ ઉપર લખ્યું છે અને તેનો લોગો પણ જોવા મળે છે. આ પત્રમાં શ્રાવણ અને રોજગાર મંત્રાલયનું નામ પણ લખવામાં આવ્યું છે.

પીઆઈબી ફેક્ટ ચેકમાં દાવો ફેક નીકળ્યો 
સોશિયલ મીડિયા પર આવો મેસેજ વાયરલ થતા પીઆઈબી દ્વારા તેનું ફેક્ટ ચેક કરવામાં આવ્યું હતું જેમાં આ મેસેજ ખોટો અને ગેરમાર્ગે દોરનારો હોવાનું જણાયું હતું. પીઆઈબી ફેક્ટ ચેકે કહ્યું કે આ મેસેજ ફેક છે. ઈએસઆઈસી દ્વારા આવું કોઈ બેરોજગારી ભથ્થું આપવામાં આવી રહ્યું નથી. આ દાવામાં કોઈ તથ્ય નથી. આ સિવાય નીચે પણ લખ્યું છે કે તમે તમારું નામ ચેક કરીને જોઈ શકો છો કે તમારું નામ આ ફંડના પ્રાપ્તકર્તાઓની યાદીમાં છે કે નહીં. નીચે નામકરણ માટે એક કોલમ પણ છે. જોકે, આ મેસેજની તપાસ કરવામાં આવી તો તે નકલી હોવાનું જાણવા મળ્યું હતું. ઈએસઆઈસી દ્વારા આવી કોઈ રકમ ચૂકવવામાં આવી રહી નથી.

સંકળાયેલા મુદ્દાઓ

ESIC Unemployment Allowance Viral Messege pib fact check ઈએસઆઈસી પીઆઈબી ફેક્ટ ચેક બેરોજગારી ભથ્થું વાયરલ મેસેજ PIB Fact Check
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ