બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / દિવસો થઈ જશે ટૂંકા? પૃથ્વીની અંદરના ફેરફાર પર વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો ખુલાસો

સંશોધન / દિવસો થઈ જશે ટૂંકા? પૃથ્વીની અંદરના ફેરફાર પર વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો ખુલાસો

Last Updated: 07:22 PM, 17 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું હવે દિવસોની લંબાઈ ઘટી જશે? કે પછી દિવસો લાંબા થઈ જશે? આ બધા સવાલ એટલા માટે ઊઠી રહ્યા છે કેમ કે, વૈજ્ઞાનિકોના એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.

સમગ્ર બ્રહ્માંડ ગતિશીલ છે. બ્રહ્માંડની દરેક વસ્તુ ઘુમી રહી છે. પૃથ્વી પણ પોતાની ધરી પર અને સૂર્યની આસપાસ ઘુમી રહી છે. એવામાં એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં વૈજ્ઞાનિકો દ્વારા કહેવામાં આવ્યું છે કે, પૃથ્વી જે ત્રણ લેયરથી બની છે. તેમાના છેલ્લા લેયરની ઘુમવાની સ્પીડ ઘટી ગઈ છે. વૈજ્ઞાનિકોએ આ ઘટતી સ્પીડ હમણાં જ નોંધી છે. વૈજ્ઞાનિકોના રિપોર્ટ મુજબ આપણી ધરતીનું છેલ્લુ લેયર છેલ્લા 14 વર્ષથી ધીમી ગતિએ ઘુમી રહ્યું છે.

ધરતીના પહેલા અને ઉપરના લેયરને ક્રસ્ટ કહેવાય છે જેની પર લોકો રહે છે. બીજા લેયરને મેટલ કહેવાય છે. છેલ્લા અને ત્રીજા લેયરને કોર કહેવાય છે. રિપોર્ટમાં જે સ્પીડ ઘટાડો નોંધાયો છે તે આ છેલ્લા કોર લેયરમાં જ નોંધાયો છે. આ લેયર ખૂબ જ ગરમ છે, જેમાં લોખંડ અને નિકલનુ પ્રમાણ વધારે છે. આ કોર લેયર પૃથ્વીની સપાટીથી 4800 કિલોમીટર નીચે આવેલ છે.

PROMOTIONAL 7

સમગ્ર બ્રહ્માંડ ચોક્કસ ગતિથી ચાલે છે. પૃથ્વી પણ નિયમ મુજબ પરિભ્રમણ કરે છે. પંરતુ એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે જેમાં કહેવાયું છે કે, પૃથ્વીનો આંતરિક હિસ્સો વર્ષ 2010થી ધીમે ઘુમી રહ્યો છે. નીચેનો હિસ્સો ઉપરના હિસ્સાથી ધીમે ફરી રહ્યો છે. આ બાબતે દક્ષિણ કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલયે પણ પૃષ્ટિ કરી છે.

વાંચવા જેવું: પાવાગઢમાં જૈન સમાજની મૂર્તિઓ ખંડિત થવા મામલે વિવાદનો અંત !, મૂર્તિઓ ફરી સ્થાપિત કરવા કામગીરી શરૂ

સાયન્સ એલર્ટ મેગેઝીનમાં છપાયેલા રિપોર્ટ મુજબ આ સ્પીડ ઘટી જવાથી પૃથ્વીની ચુંબકીય ક્ષેત્રની સ્થિરતા અને આપણા દિવસોના સમયગાળા પર પ્રભાવ પડી શકે છે. શરૂઆતના સમયમાં આ ફેરફાર અમુક સેકંડનો હોઇ શકે છે. લાંબા સમય બાદ આ ફેરફારની અસર શું હશે તે અંગે કોઈ જાણકારી નથી મળી. આ રિપોર્ટ પર કેટલાક વૈજ્ઞાનિકોનુ કહેવું છે કે, આગામી સમયમાં દિવસ નાના થઈ શકે છે. તો કેટલાકનું કહેવું છે કે આ બદલાવથી દિવસો લાંબા થઈ જશે.

સંકળાયેલા મુદ્દાઓ

Science Science News Earth
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ