બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Will the age-limit for consensual physical relations be 16?

સ્પષ્ટતા / સહમતીથી શારીરિક સંબંધોની ઉંમર-સીમા 16 કરાશે? મોદી સરકારે સંસદમાં જુઓ શું કહ્યું

Priyakant

Last Updated: 10:45 AM, 22 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું સરકાર સંમતિની ઉંમર હાલના 18 વર્ષથી ઘટાડીને 16 વર્ષ કરવા પર વિચાર કરી રહી છે ? જાણો શું કહ્યું  મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ ?

  • સહમતીથી શારીરિક સંબંધોની ઉંમર-સીમાને લઈ મોટા સમાચાર 
  • સહમતિથી સંબંધો માટે ઉંમર 16 કરવાના કોઈ પ્રસ્તાવ પર વિચાર નથી: બાળ વિકાસ મંત્રાલય
  • POCSO એક્ટનો હેતુ બાળકોને જાતીય શોષણથી બચાવવાનો 

ભારતમાં શારીરિક સંબંધ બાંધવા માટે સંમતિની ઉંમર કેટલી હોવી જોઈએ તે અંગે હંમેશા સવાલો ઉભા થયા છે. આ અંગે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે સંસદમાં મોટું નિવેદન આપ્યું છે. બાળ વિકાસ મંત્રાલયે જણાવ્યું હતું કે, સરકાર સહમતિથી સંબંધો માટે ઉંમર 18 થી ઘટાડીને 16 કરવાના કોઈ પ્રસ્તાવ પર વિચાર કરી રહી નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું સરકાર સંમતિની ઉંમર હાલના 18 વર્ષથી ઘટાડીને 16 વર્ષ કરવા પર વિચાર કરી રહી છે. આ અંગે મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ એક લેખિત નિવેદનમાં કહ્યું કે, આ પ્રશ્ન જ ઊભો થતો નથી.

સરકારની આ ટિપ્પણી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ધનંજય વાય ચંદ્રચુડ દ્વારા POCSO એક્ટ અંગે આપેલા નિવેદનના થોડા દિવસો બાદ જ આવી છે. ચંદ્રચુડે કહ્યું હતું કે, પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ ( POCSO એક્ટ ) હેઠળ સંમતિની ઉંમર 18 વર્ષ છે અને આ આવા કેસોનો સામનો કરતા જજો માટે મુશ્કેલ પ્રશ્નો ઉભા કરે છે. તેમનું માનવું છે કે, આ મુદ્દે વધતી જતી ચિંતાને ધ્યાનમાં રાખીને સંસદે વિચારવાની જરૂર છે.

શું કહ્યું સ્મૃતિ ઈરાનીએ ? 

મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, POCSO એક્ટ 2012 જે બાળકોને યૌન શોષણ અને જાતીય ગુનાઓથી બચાવવા માટે રચાયેલ છે, તે સ્પષ્ટપણે બાળકને 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિ તરીકે વ્યાખ્યાયિત કરે છે. અપરાધીઓને અટકાવવા અને બાળકો વિરુદ્ધના આવા ગુનાઓને રોકવા માટે 2019 માં કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો. જેમાં બાળકો વિરુદ્ધ જાતીય અપરાધો કરવા માટે મૃત્યુદંડનો સમાવેશ થાય છે . 

POCSO એક્ટ નો હેતુ બાળકોને જાતીય શોષણથી બચાવવાનો 

સ્મૃતિ ઈરાનીએ વધુમાં જણાવ્યું હતું કે, સ્પેશિયલ કોર્ટ સમક્ષ કોઈ પણ કાર્યવાહીમાં જો કોઈ પ્રશ્ન ઊભો થાય કે વ્યક્તિ બાળક છે કે નહીં, તો તે વ્યક્તિની ઉંમર વિશે પોતાને સંતોષ્યા પછી આવો પ્રશ્ન નક્કી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, બહુમતી અધિનિયમ 1875, જે 1999માં સંશોધિત કરવામાં આવ્યો હતો તેમાં બહુમતી હાંસલ કરવા માટે 18 વર્ષની ઉંમરની જોગવાઈ છે. ગયા મહિને દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે, POCSO એક્ટ નો ઉદ્દેશ્ય બાળકોને જાતીય શોષણથી બચાવવાનો હતો અને યુવાન પુખ્ત વયના લોકો વચ્ચેના સહમતિપૂર્ણ સંબંધોને ગુનાહિત બનાવવાનો ઈરાદો ક્યારેય નહોતો. 

થોડા દિવસો પહેલા સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ મદન બી લોકુરે પણ કહ્યું હતું કે, 17 વર્ષના છોકરા-છોકરીઓ રિલેશનશીપમાં સામેલ છે તેઓ જાણે છે કેમ તેઓ શું કરી રહ્યા છે અને તેના પરિણામોથી પણ વાકેફ છે. એટલા માટે તેમની સામે કાર્યવાહી કરવી યોગ્ય નથી. આ સિવાય મદ્રાસ, કર્ણાટક અને દિલ્હી હાઈકોર્ટે પણ સંમતિની ઉંમર ઘટાડવાની તરફેણમાં રજૂઆત કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

POCSO એક્ટ Smriti Irani physical relations જાતીય શોષણ શારીરિક સંબંધો સંસદ સ્મૃતિ ઈરાની Physical Relationship
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ