Will prepare blueprint for companies looking beyond China: Sitharaman
નિર્ણય /
ભારત -અમેરિકા વ્યાપાર પર ચાલી રહી છે વાતચીત, આંતરરાષ્ટ્રિય કંપનીઓ માટે બનાવાશે બ્લૂપ્રિંટઃ નિર્મલા સીતારમણ
Team VTV11:17 AM, 20 Oct 19
| Updated: 11:24 AM, 20 Oct 19
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે કહ્યું કે ભારત અને પાકિસ્તાની વચ્ચે વ્યાપારને લઈને વાતચીત સકારાત્મક રીતે આગળ વધી રહી છે. તેઓએ આશા રાખી હતી કે તેનું પરિણામ જલ્દી જ જોવા મળે.
ભારત- અમેરિકા વચ્ચે ચાલી રહી છે વાતચીત
આંતરરાષ્ટ્રિય કંપનીઓ માટે બનશે બ્લૂપ્રિંટઃ સીતારમણ
અમેરિકા સાથે વ્યાપારિક સંબંધો બનવાના જ હતાઃ સીતારમણ
સીતારમણ- નુચિન વચ્ચે ચાલી રહી છે વાતચીત
IMF મુખ્યાલયમાં સીતારમણ અને અમેરિકી ટ્રેજરી સચિવ સ્ટીવન નુચિનની વચ્ચે વ્યાપાર કરારને લઈને વાતચીત ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે નુચિન આવનારા મહિનામાં ભારત પ્રવાસે આવવાના છે. સીતારમણે કહ્યું કે મેં સચિવ નુચિનની સાથે અનેક મોટા વ્યાપારનો ઉલ્લેખ કર્યો છે. આ વિષય પર વાણિજ્યમંત્રી અને રોબર્ટ લાઈટહાઈઝર (અમેરિકાના વ્યાપાર પ્રતિનિધિ) મળીને કામ કરી રહ્યા છે. સીતારમણના આધારે વાતચીત સકારાત્મક રીતે ચાલી રહી છે અને આ કરાર બને તેવી પૂરી શક્યતા છે. બંને પક્ષ વચ્ચે જલ્દી જ ડીલ ફાઈનલ થશે.
#WATCH Washington DC: FM Nirmala Sitharaman responds to ANI's question on US-India trade front. She says, "...My inputs are that negotiations are going in full speed & there is a great intensity with which both the sides are engaging & hopefully the deal will be struck soon...." pic.twitter.com/u43149BQQK
નાણામંત્રીનું કહેવું છે કે જે આંતરરાષ્ટ્રિય કંપનીઓ પોતાની પસંદના રોકાણવાળા દેશને આધારે ભારત આવશે તેને માટે બ્લૂ પ્રિંટ તૈયાર કરાશે. તેઓએ કહ્યું કે ઉદ્યોગ જગતના નેતા પોતાના કારોબારને ચીનથી બહાર લઈ જવા માટે વિચાર કરી રહ્યા છે. આ માટે તેઓ ભારતને પસંદ પણ કરી રહ્યા છે.
નિર્મલા સીતારમણે વધુમાં કહ્યું છે કે સરકાર અનેક ઉદ્યોગપતિઓની સાથે મુલાકાત કરે અને તેમને ભારત આવવાનું આમંત્રણ આપે. સીતારમણે કહ્યું કે હું પાછી આવીને તે બહુરાષ્ટ્રિય કંપનીઓની ઓળખ કરીશ અને સાથે અમેરિકી, યૂરોપિયન અને બ્રિટિશ મૂળના ઉદ્યોગપતિઓ જે ચીનથી બહાર જવા ઈચ્છે છે તેમને માટે એક ડિઝાઈન બનાવીશ. તેમના માટે બ્લૂ પ્રિંટ તૈયાર કરીશ અને સાથે તેમને ભારતમાં રોકાણ કરવા માટે કહીશ. તેમને જણાવીશ કે શા માટે ભારત તેમના માટે યોગ્ય સ્થાન છે.
રેન્ટ એગ્રીમેન્ટની મદદથી પણ આધાર કાર્ડમાં એડ્રેસ બદલી શકાય છે. એના માટે તમારે રજિસ્ટર્ડ ઓરિજીનલ રેન્ટ એગ્રીમેન્ટ હોવો જોઇએ. એને ઑનલાઇન અથવા ઑફલાઇન બદલી શકાય છે.