બ્રેકિંગ ન્યુઝ
VTV / Will petrol still be expensive? The same thing happened in the international market
ParthB
Last Updated: 09:08 AM, 18 May 2022
ADVERTISEMENT
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલની કિંમતોમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે. યુરોપિયન યુનિયન દ્વારા રશિયામાંથી ક્રૂડ ઓઈલની આયાત પર પ્રતિબંધની હિમાયત કરવામાં આવતા ક્રૂડ ઓઈલના ભાવ સાત સપ્તાહની ટોચે પહોંચી ગયા છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત 115 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ છે, જે 28 માર્ચ પછી સૌથી વધુ છે.
ADVERTISEMENT
ચીનમાં લોકડાઉનમાં છૂટછાટને કારણે કિંમતોમાં વધારો થયો છે
યુક્રેન પર રશિયાના હુમલા પછી, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 2008 પછી પ્રથમ વખત પ્રતિ બેરલ $ 139 ના સર્વોચ્ચ સ્તરે પહોંચી હતી. રશિયામાંથી ક્રૂડ ઓઈલની આયાત પર પ્રતિબંધ મૂકવાની માંગને કારણે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, સાથે જ ચીનમાં કોરોનાને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનમાં છૂટછાટના સમાચારને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં પણ વધારો થયો છે. વાસ્તવમાં, જો કે, ચીનમાં લોકડાઉન હળવું કરવામાં આવ્યું છે,તો તેને લઈને ક્રૂડ ઓઇલની માંગમાં વધારો કરશે અને પુરવઠાના અભાવને કારણે, કિંમતોમાં વધુ વધારો જોવા મળી શકે છે.
પેટ્રોલ-ડિઝલના ભાવ ફરી વધારો થઈ શકે છે !
જો કે ભારત માટે આ ખરાબ સમાચાર છે. ભારતમાં 22 માર્ચથી 6 એપ્રિલ 2022 વચ્ચે પેટ્રોલ ડીઝલ 10 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થઈ ગયું છે. પરંતુ જો ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારો થશે તો ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. જેને લઈને મોંઘવારી હજુ પણ વધી શકે છે. મહત્વનું છે કે, સામાન્ય લોકો પહેલાથી જ પરેશાન છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.