બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મોદી સરકાર પેટ્રોલ-ડીઝલને GSTમાં લાવવા તૈયાર, બસ એક વાતની રાહ, FMનો સંકેત

રાહતના આસાર / મોદી સરકાર પેટ્રોલ-ડીઝલને GSTમાં લાવવા તૈયાર, બસ એક વાતની રાહ, FMનો સંકેત

Last Updated: 10:16 PM, 22 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેટ્રોલ અને ડીઝલ જીએસટી હેઠળ આવી શકે છે તેનો સંકેત નાણા મંત્રી નિર્મલા સીતારામણે આપ્યો છે.

જો બધું બરાબર રહેશે તો કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવશે. જીએસટીના વ્યાપમાં આવતાં આ બન્ને ઈંધણના ભાવ ખૂબ ઘટી જશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે આ વાતનો સંકેત આપ્યો છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારનો ઈરાદો હંમેશાથી પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવાનો રહ્યો છે અને હવે રાજ્યોએ સાથે આવીને તેના દર નક્કી કરવા પડશે. પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીએ જીએસટી કાયદામાં પેટ્રોલ અને ડીઝલનો સમાવેશ કરવાની જોગવાઈ કરી છે. હવે તમામ રાજ્યોએ ભેગા થઈને રેટ નક્કી કરવા ચર્ચા કરવાની છે.

નાણામંત્રીએ શું કહ્યું?

GST કાઉન્સિલની 53મી બેઠક પછી બોલતાં નિર્મલા સીતારમણે કહ્યું કે GST લાગુ કરતી વખતે કેન્દ્ર સરકારનો ઈરાદો થોડા સમય પછી પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવાનો હતો. તેને GSTમાં લાવવાની જોગવાઈ પહેલેથી જ કરવામાં આવી છે. હવે માત્ર એક જ નિર્ણય લેવાનો છે કે રાજ્યો GST કાઉન્સિલમાં સંમત થાય અને પછી નક્કી કરે કે તેઓ કયા દર માટે તૈયાર છે. એકવાર નિર્ણય લેવામાં આવે તો તે અધિનિયમમાં લાગુ કરવામાં આવશે.

વધુ વાંચો : સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, 8માં પગાર પંચ પર આવ્યું મોટું અપડેટ

પાંચ કોમોટિડી જીએસટીમાં ક્યારે આવશે?

ઉલ્લેખનીય છે કે 1 જુલાઈ 2017 ના રોજ જ્યારે GST લાગુ કરાયો ત્યારે તેમાં એક ડઝનથી વધુ કેન્દ્રીય અને રાજ્ય ચાર્જ સામેલ હતા. જોકે, પાંચ કોમોડિટીઝ - ક્રૂડ ઓઈલ, નેચરલ ગેસ, પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ફ્યુઅલને પછીથી જીએસટીમાં લાવવાનું કહેવામાં આવ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

petrol diesel GST nirmala sitharaman
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ