બ્રેકિંગ ન્યુઝ
Hiralal
Last Updated: 04:22 PM, 15 June 2021
ADVERTISEMENT
મમતાએ કહ્યું કે અમે કોઈ પણ ભોગે રાજ્યમાં ભાગલા પાડો અને રાજ કરોની ભાજપની નીતિ સફળ નહીં થવા દઈએ. મમતાએ કહ્યું કે ભાજપ કોના હિતમાં બંગાળને તોડવા માંગે છે. કેન્દ્ર શાસિત પ્રદેશનો અર્થ શું થાય. તેનો મતલબ લોકો પાસેથી તેનો અધિકાર છીનવી લેવો એવો થાય પરંતુ હું કોઈને પણ બંગાળને વિભાજીત કરવા નહીં દઉં.
ADVERTISEMENT
જલપાંઈગુડીમાં ભાજપની કથિત વર્ચ્યુઅલ બેઠક થઈ હોવાની ચર્ચા
મીડિયા રિપોર્ટ અનુસાર, બંગાળના એક ભાગને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના સવાલ પર ભાજપ પ્રદેશ એકમે કહ્યું કે અમે બંગાળના ભાગલા પાડવા તરફનું કોઈ પણ પગલું નહીં ભરવા દઈએ અને જો લોકોએ આ પ્રકારનો વિચાર રજૂ કર્યો હોય તો તે તેમનો ખાનગી અભિપ્રાય હોઈ શકે. ભાજપના એક નેતાએ કહ્યું કે બંગાળના એક હિસ્સાને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા અંગે વર્ચ્યુઅલ બેઠક થઈ અને સંસદના મોનસૂન સત્રમાં આ મામલો ઉઠાવવામાં આવશે.
પ્રદેશ ભાજપે બંગાળને યુટી બનાવવાનો ઈન્કાર કર્યો
રિપોર્ટ અનુસાર, ભાજપ મહાસચિવ સાયનતન બસુએ જણાવ્યું કે આ ખોટી માહિતી છે. અમે કોઈ પણ ભાગલાવાદી નીતિનું સમર્થન કર્યું નથી. બંગાળમાં ગોરખાલેન્ડ જેવું આંદોલન ભલેને ચાલતું હોય પરંતુ અમે અમારા વલણ પર સ્પસ્ટ છીએ. પાર્ટીમાં આ પ્રકારના મુદ્દે ક્યારેય પણ કોઈ ચર્ચા થઈ નથી. તેમણે કહ્યું કે જો અલગ થવાનો કોઈનો અંગત અભિપ્રાય હોય તો અમે તેની પર કોઈ ટીપ્પણી નહીં કરીએ.
ટીએમસી પર ભાજપની છબી ખરડવાનો આરોપ
રાજ્યના ઉપાધ્યક્ષ રાજુ બેનરજીએ બસુની વાતને સમર્થન આપતા જણાવ્યું કે ટીએમસી અમારી પાર્ટીની છબી ખરડવાનો પ્રયાસ કરી રહી છે. જલપાઈગુડી ભાજપ અધ્યક્ષ આલોક ચક્રવર્તીએ જણાવ્યું કે આવી એક બેઠક થઈ હતી અને તેમાં નેતાઓએ ભાગ લીધો હતો. ચક્રવર્તીએ જણાવ્યું કે થોડા સમયથી બંગાળમાં આ પ્રકારની માંગ ઉઠી રહી છે. આ વિસ્તાર વિકસીત નથી અને તેની ઉપેક્ષા થઈ શકે તેમ નથી.
ભાજપના બે સાંસદ સામેલ થયા હોવાનું પણ કહેવાય છે
ચક્રવર્તીએ જણાવ્યું કે અલગ રાજ્ય બનાવવા માટે આંદોલન ચલાવવું વ્યાવહારિક નથી પરંતુ અહીં કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી શકાય. સંસદના મોનસૂન સત્રમાં આ મુદ્દો ઉઠાવવામાં આવશે. વર્ચ્યુઅલ બેઠકમાં ભાજપના બે સાંસદ સામેલ થયા હોવાનું પણ કહેવાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.