મહામંથન / નીતિન પટેલના નિવેદનથી ગુજરાતના રાજકારણના આટા-પાટા શું વળાંક લેશે ?

આજકાલ ગુજરાતના રાજકારણમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ચર્ચામાં છે. એક જાહેર કાર્યક્રમમાં નીતિન પટેલનું આડકતરી રીતે પોતે એકલા હોવાનુ નિવેદન શું આવ્યું કે ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો. કોંગ્રેસે તો ઓફર પણ મૂકી દીધી કે જો તેઓ મુખ્યમંત્રી બનતા હોય તો કોંગ્રેસ તેમની સાથે છે. જો કે ગૃહમાં સ્વભાવિકપણે ખુદ નીતિન પટેલ અને ભાજપના અન્ય નેતાઓ પણ બચાવમાં આવી ગયા. જો કે સર્વવિદીત વાત એ છે કે રાજકારણમાં કોઈ એકલું હોતું નથી, પરંતુ સૌ સ્વાર્થના સગા છે. અને જયારે ફાયદાની વાત આવે ત્યારે મોટેભાગે સૌ કોઈ સાથે હોય છે. નીતિન પટેલના નિવેદનથી ગુજરાતના રાજકારણના આટા-પાટા શું વળાંક લેશે, આ જ વિષય પર છે આજનું મહામંથન

Loading...
બ્રેકિંગ ન્યૂઝ