બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / MS ધોની IPLની બાકી મેચ નહીં રમે? માહીનો લંગડાતા વીડિયોએ ફેન્સની ચિંતા વધારી

IPL 2025 / MS ધોની IPLની બાકી મેચ નહીં રમે? માહીનો લંગડાતા વીડિયોએ ફેન્સની ચિંતા વધારી

Last Updated: 05:41 PM, 15 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોમવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) માં, ચેન્નાઈ સુપર કિંગ્સે લખનૌ સુપરજાયન્ટ્સને એક રોમાંચક મેચમાં 5 વિકેટથી હરાવ્યું. આ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીના બેટનો જાદુ પણ જોવા મળ્યો, જેમણે 11 બોલમાં 26 રનની અણનમ ઇનિંગ રમી

સોમવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) માં, ચેન્નાઈ સુપર કિંગ્સે લખનૌ સુપરજાયન્ટ્સને એક રોમાંચક મેચમાં 5 વિકેટથી હરાવ્યું. આ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીના બેટનો જાદુ પણ જોવા મળ્યો, જેમણે 11 બોલમાં 26 રનની અણનમ ઇનિંગ રમી. તેની ઇનિંગના કારણે ચેન્નાઈએ સતત 5 મેચ હાર્યા બાદ જીત મેળવી. આ જીત સાથે, CSK ચાહકો ધોનીના ફોર્મમાં આવવાથી ઉત્સાહિત દેખાય છે. જોકે, મેચ પછી ધોનીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે તેના ચાહકોની ચિંતા વધારી શકે છે.

વિકેટકીપિંગમાં અસહજતા જોવા મળી

લખનૌ સાથે રમાયેલી મેચ દરમિયાન, ધોની વિકેટ પાછળ પણ થોડો અસ્વસ્થ દેખાતો હતો. અબ્દુલ સમદના ચમત્કારિક રન-આઉટ પછી તેને પોતાનું સંતુલન જાળવવામાં મુશ્કેલી પડી. આમ છતાં, જ્યારે ટીમને છેલ્લી પાંચ ઓવરમાં પ્રતિ ઓવર 10 થી વધુ રનની જરૂર હતી, ત્યારે ધોની બેટિંગ કરવા આવ્યો. તેણે માત્ર 11 બોલમાં 26 રનની ધમાકેદાર ઇનિંગ રમી અને શિવમ દુબે સાથે મળીને ટીમને વિજય અપાવ્યો. આ સમય દરમિયાન, તેને મોટે ભાગે મોટા શોટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને દોડીને રન લેવાનું ટાળ્યું.

ધોની લંગડાતો જોવા મળ્યો

મેચ પછી, જ્યારે ધોની ડ્રેસિંગ રૂમમાંથી નીચે આવી રહ્યો હતો, ત્યારે તે લંગડાતો જોવા મળ્યો. જ્યારે તે 'પ્લેયર ઓફ ધ મેચ' એવોર્ડ લેવા ગયો ત્યારે પણ તેને ચાલવામાં તકલીફ પડી રહી હતી. તમને જણાવી દઈએ કે IPLમાં 6 વર્ષ પછી ધોનીને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો છે.

વધુ વાંચો: આ વર્ષનું ચોમાસું કેવું રહેશે, કેટલો પડશે વરસાદ? આવી ગઈ IMDની પહેલી મોટી આગાહી

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા બીજા એક વીડિયોમાં, ધોની અને લખનૌની ટીમ હોટલમાં પ્રવેશ કરતી વખતે ફરીથી લંગડાતો જોવા મળ્યો. તમને જણાવી દઈએ કે ધોનીના ઘૂંટણની ઈજા કોઈ નવી વાત નથી. ધોની છેલ્લા ઘણા વર્ષોથી આનો સામનો કરી રહ્યો છે. જોકે, ધોનીની ઈજા અંગે CSK દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.

લખનૌ સાથે રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા LSG એ ચેન્નાઈ સામે 167 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. પંતે આ સિઝનમાં પહેલી વાર ફિફ્ટી ફટકારી. જવાબમાં, CSK એ 20મી ઓવરમાં 5 વિકેટે મેચ જીતી લીધી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

LGS vs CSK IPL 2025 MS Dhoni VIDEO
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ