બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Will MS Dhoni announced his retirement in the next 48 hours

WC 2019 / ધોનીની નિવૃત્તિ અંગે આવ્યા મોટા સમાચાર, આગામી 48 કલાકમાં...

vtvAdmin

Last Updated: 06:24 PM, 16 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની હાર બાદ હવે ટીમ ઇન્ડિયા વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જવાની છે. આ પ્રવાસ માટે ટીમની પસંદગી 19 જુલાઇના રોજ થવાની છે. જો કે આ ટીમની પસંદગી પહેલાં મીડિયામાં મોટા સમાચાર આવ્યા છે કે એમએસ ધોની ટૂંક સમયમાં મોટી જાહેરાત કરશે.

એવું માનવામાં આવી રહ્યું છે કે, એમએસ ધોની વેસ્ટ ઇન્ડીઝ સામે ટીમ ભારત પસંદ કરતા પહેલા નિવૃત્તિ પર નિર્ણય લઈ શકે છે. આગામી 48 કલાકમાં, ધોની અને સિલેક્ટર વચ્ચે નિવૃત્તિ મુદ્દે વાટાઘાટ થવાની સંભાવના સેવાઇ રહી છે. જોકે આ મામલે હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ થયેલ નથી.

ધોનીની પસંદગી મુશ્કેલ 

એવા અહેવાલો પ્રાપ્ત થયાં છે કે, ધોનીને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે પસંદ કરવામાં આવશે નહીં, પસંદગીકારો તેમની સાથે નિવૃત્તિ મુદ્દે વાત કરી શકે છે. તાજેતરમાં યોજાયેલ વર્લ્ડ કપમાં મહેન્દ્રસિંહ ધોનીની બેટિંગને જોતા મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદ ઝડપથી જ તેમની સાથે વાતચીત કરશે. 

મુખ્ય પસંદગીકારે કહ્યું કે, જો ધોની જાતે જ નિવૃત્તિ લેશે, તો તે સંભવતઃ ટીમમાં ઓટોમેટિક લેવામાં આવશે નહીં. તેમણે સ્પષ્ટ ઇશારામાં એવા સંકેત આપ્યા હતા કે હવે ધોની ટીમ પસંદગીની યોજનામાં સામેલ થશે નહીં.

ટીમ ઇન્ડિયાનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ

આપને જણાવી દઇએ કે, ટીમ ઇન્ડિયાનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ આગામી 3 ઓગસ્ટથી શરૂ થવા જઇ રહ્યો છે. જેમાં T-20, 3 વન-ડે તથા 2 ટેસ્ટ મેચ રમાવામાં આવશે. પ્રવાસની શરૂઆત ટી-20  સિરીઝ સાથે જ થશે. ત્યારબાદ વન-ડે સિરીઝ 8 ઓગસ્ટથી યોજાશે. 22 ઓગસ્ટ પહેલા ટેસ્ટ શરુ કરવામાં આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

48 Hours MS Dhoni MSD announced retirement ક્રિકેટ WC 2019
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ