બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / જસપ્રીત બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમશે? ટીમ ઈન્ડિયાના સિલેકશન પહેલા આવ્યું મોટું અપડેટ
Last Updated: 11:45 PM, 17 January 2025
ઓસ્ટ્રેલિયામાં સિડની ટેસ્ટ દરમિયાન જસપ્રીત બુમરાહને પીઠનો દુખાવો થયો હતો, જેના કારણે તે મેચની બીજી ઇનિંગમાં બોલિંગ કરી શક્યો ન હતો અને ત્યારથી એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે તે ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર થઈ શકે છે અથવા શરૂઆતની મેચોમાં તે રમી શકશે નહીં.
ADVERTISEMENT
ટીમ ઈન્ડિયા માટે અત્યારના દિવસો બિલકુલ સારા રહ્યા નથી. મેદાનમાં હાર જ નહી પરંતુ મેદાનની બહાર ખેલાડીઓ અને ટીમ મેનેજમેન્ટ વચ્ચેના વિવાદોના સમાચારોએ પણ બધાનું ધ્યાન ખેંચ્યું છે. આટલું ઓછુ હોય તેમ ટીમ ઈન્ડિયા તેના કેટલાક ખેલાડીઓની ફિટનેસને લઇ સંઘર્ષ કરી રહી છે, જેમાં સૌથી મોટું નામ સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનું છે. ચેમ્પિયન ટ્રોફી પહેલા બુમરાહની કમરના દુખાવાએ ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલી ઉભી કરી છે, પરંતુ ટીમ પસંદગીના એક દિવસ પહેલા થોડા રાહતના સમાચાર છે. એવું માનવામાં આવે છે કે બુમરાહને ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાં સ્થાન મળશે.
ADVERTISEMENT
ચેમ્પિયન ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત 18 જાન્યુઆરી શનિવારે મુંબઈમાં કરવામાં આવશે. મુખ્ય પસંદગીકાર અજિત અગરકર અને કેપ્ટન રોહિત શર્મા પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય ટીમમાં પસંદ કરાયેલા ખેલાડીઓના નામ જાહેર કરશે. નિયમો અનુસાર ટુર્નામેન્ટ માટે ફક્ત 15 ખેલાડીઓની પસંદગી કરી શકાય છે, જ્યારે કેટલાક ખેલાડીઓને રિજર્વ તરીકે સમાવી શકાય છે. ફક્ત ચેમ્પિયન ટ્રોફી જ નહીં, પણ આ દરમિયાન ઇંગ્લેન્ડ સામેની ODI શ્રેણી માટે પણ ટીમની જાહેરાત કરવામાં આવશે.
ટીમની જાહેરાતના એક દિવસ પહેલા 17 જાન્યુઆરીના એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે બુમરાહને બંને ટીમોમાં સામેલ કરવામાં આવશે. આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે બુમરાહની ફિટનેસ અંગે ચિંતાજનક દાવા કરવામાં આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે બુમરાહ માટે ચેમ્પિયન ટ્રોફીની શરૂઆતની મેચોમાં રમવું મુશ્કેલ છે. પરંતુ તાજેતરના અહેવાલથી ચાહકોને ચોક્કસ થોડી રાહત મળી છે. જોકે એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તેનું રમવું કે ન રમવું તે તેની ફિટનેસ પર આધાર રાખે છે.
બુમરાહની ફિટનેસ ચકાસવા માટે તેને ઇંગ્લેન્ડ સામેની 3 મેચની ODI શ્રેણીમાં પણ સામેલ કરવામાં આવશે. આ શ્રેણી 6 ફેબ્રુઆરીથી શરૂ થશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જો બુમરાહ ફિટ હોય તો તેને ચેમ્પિયન ટ્રોફી પહેલા આ શ્રેણીની એક મેચમાં મેદાનમાં ઉતારી શકાય છે, જેથી તેની મેચ ફિટનેસ સંપૂર્ણપણે જાણી શકાય અને તેને અને ટીમને કોઈક રીતે ચેમ્પિયન ટ્રોફીમાં તક મળી શકે.
આ પણ વાંચોઃ ચેમ્પિયન ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાના કોચ સામે થઈ શકે બળવો, 'ગંભીર' પરિણામ આવી શકે
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટમાં આ સ્ટાર ફાસ્ટ બોલરને પીઠનો દુખાવો થવા લાગ્યો હતો. સિડનીમાં રમાયેલી આ ટેસ્ટની પહેલી ઇનિંગમાં બોલિંગ કર્યા પછી બુમરાહને કમરમાં ખેંચાણ થવા લાગ્યું, જેના કારણે તે મેચમાં ફરીથી બોલિંગ કરી શક્યો ન હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Champions Trophy: / ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા રોહિત, પંડ્યા, ગિલ ફૂલ ફોર્મમાં, ફટકાર્યા 200 છગ્ગા
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.