સોમવારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોનું તાપમાન ઊંચુ ગયું હતું. હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, સોમવારે નલિયા સૌથી ઠંડુગાર શહેર રહ્યું હતું. નલિયામાં 10.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
Share
1/5
1. વાતાવરણમાં પલટો
છેલ્લા બે દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં વધારો નોંધાયો છે.
આ તસવીર શેર કરો
2/5
2. શું કહ્યું હવામાન વિભાગે ?
અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવે જણાવ્યું કે, આખા ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. આગામી દિવસોમાં રાજ્યનું હવામાન શુષ્ક રહેશે.
આ તસવીર શેર કરો
3/5
3. 2 દિવસ પછી તાપમાનમાં થોડો ઘટાડો થશે
મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવે જણાવ્યું કે ગુજરાતના હવામાનમાં લઘુત્તમ તાપમાનમાં બે દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. પરંતુ બે દિવસ પછી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે.
આ તસવીર શેર કરો
4/5
4. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ
આજે અમદાવાદ અને ગાંધીનગરમાં લધુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાવવાની શક્યતા છે. તાપમાનમાં વધારો નોંધાવવા પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું કે, પવનની દિશા બદલાવવાને અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે.
આ તસવીર શેર કરો
5/5
5. અંબાલાલ પટેલની આગાહી
તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે, '24 જાન્યુઆરીથી ફરીથી ઠંડા પવનો ફૂંકાવાની સાથે ઠંડી વધવાની શક્યતા છે. 27, 28, 29મી જાન્યુઆરીએ વાદળછાયું અને રાજ્યના કોઈક કોઈક ભાગોમાં માવઠાની શક્યતા રહેશે.'
આ તસવીર શેર કરો
સંકળાયેલા મુદ્દાઓ
IMD
Forecast
Weather
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.