બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Will Hardik Pandya not play test cricket now! Stated this reason, said 'to take someone's place....'

સ્પોર્ટ્સ / શું હાર્દિક પંડ્યા હવે નહીં રમે ટેસ્ટ ક્રિકેટ! જણાવ્યું આ કારણ, કહ્યું 'કોઇની જગ્યા લેવી....'

Megha

Last Updated: 09:18 AM, 18 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્દિક પંડયા ઓસ્ટ્રેલિયા સામેની ચાર મેચની ટેસ્ટ સીરિઝનો ભાગ નહોતો. આ બધા વચ્ચે પહેલી ODI પહેલા હાર્દિક પંડ્યાએ પણ પોતાના ટેસ્ટ કરિયરને લઈને મોટું નિવેદન આપ્યું હતું.

  • હાર્દિક પંડ્યાએ ટેસ્ટ કરિયરને લઈને આપ્યું મોટું નિવેદન 
  • વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને મેચો માટે ઉપલબ્ધ નહીં રહું: હાર્દિક 
  • ઓવલ ખાતે રમાશે ભારત-ઓસ્ટ્રેલિયા ફાઈનલ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝની પહેલી મેચ મુંબઈના વાનખેડે ખાતે રમાઈ હતી અને આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હાર આપી હતી. જણાવી દઈએ કે ભારતની જીતમાં કેએલ રાહુલ અને રવીન્દ્ર જાડેજાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મેચમાં આ બંને ખેલાડીઓએ પોતાના શાનદાર પ્રદર્શને ઓસ્ટ્રેલિયા પાસેથી આ મેચ છીનવી લીધી હતી. આ મેચમાં રોહિત શર્માની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યા ટીમની કમાન સંભાળી રહ્યો હતો. 

હાર્દિક પંડ્યાએ ટેસ્ટ કરિયરને લઈને મોટું નિવેદન આપ્યું
નોંધનિય છે કે પંડ્યા લાંબા સમય બાદ ક્રિકેટમાં પરત ફર્યો છે. હાર્દિક પંડયા ઓસ્ટ્રેલિયા સામેની ચાર મેચની ટેસ્ટ સીરિઝનો ભાગ નહોતો. આ બધા વચ્ચે પહેલી ODI પહેલા હાર્દિક પંડ્યાએ પણ પોતાના ટેસ્ટ કરિયરને લઈને મોટું નિવેદન આપ્યું હતું. હાર્દિકે એ વિશે વાત કરતાં કહ્યું હતું કે હાલમાં તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ કે નજીકના ભવિષ્યમાં યોજાનારી ટેસ્ટ મેચનો ભાગ બનવા માંગતો નથી.' આ વિશે હાર્દિકે એમ કહ્યું હતું કે તેના રમવાથી અન્ય કોઈ ખેલાડીના અધિકારો ખતમ થઈ જશે અને હાલમાં તેણે ટેસ્ટ ક્રિકેટ રમવા માટે 10 ટકા પણ કામ કર્યું નથી. હાર્દિકે તેની છેલ્લી ટેસ્ટ ઓગસ્ટ 2018માં ઈંગ્લેન્ડ સામે રમી હતી.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને મેચો માટે ઉપલબ્ધ નહીં રહું: હાર્દિક 
હાર્દિક પંડ્યાએ આગળ કહ્યું હતું કે, 'ઈમાનદારીથી કહું તો હું મારા જીવનમાં નૈતિક રીતે ખૂબ જ મજબૂત છું અને મેં ટેસ્ટ ક્રિકેટ રમવા માટે 10 ટકા પણ કામ કર્યું નથી. સાચું કહું તો હું તેનો એક ટકા પણ ભાગ નથી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં જઈને કોઈનું સ્થાન લેવું મારા માટે નૈતિક રીતે સારું નહીં રહે. જો મારે ટેસ્ટ ક્રિકેટ રમવું હોય તો મારે સખત મહેનતમાંથી પસાર થવું પડશે અને હું મારું પદ મેળવીશ અને પછી પાછો આવીશ. એટલા માટે હું નજીકના ભવિષ્યમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને મેચો માટે ત્યાં સુધી ઉપલબ્ધ રહીશ નહીં જ્યાં સુધી મને એવું ન લાગે કે મેં મારું સ્થાન મેળવી લીધું છે.'

હાર્દિક પંડ્યાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
11 ટેસ્ટ - 532 રન, 1 સદી અને 4 અર્ધશતક, 17 વિકેટ
71 વનડે - 1518 રન, 9 અર્ધસદી, 68 વિકેટ
87 ટી20 - 1271 રન, 3 અર્ધસદી, 69 વિકેટ 

ઓવલ ખાતે રમાશે ભારત-ઓસ્ટ્રેલિયા ફાઈનલ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23ની ફાઈનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવાની છે . નોંધનીય છે કે આ મેચ 7મી જૂનથી લંડનના ઓવલ મેદાન પર રમાશે. ઓસ્ટ્રેલિયન ટીમે WTC ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને કાંગારૂ ટીમે બીજું સ્થાન મેળવ્યું હતું. વિશ્વભરના ક્રિકેટ ચાહકોને આશા છે કે આ ફાઇનલ મેચ ખૂબ જ રોમાંચક રહેશે. ભારતીય ટીમ સતત બીજી વખત WTC ફાઈનલ રમવાની છે.

સંકળાયેલા મુદ્દાઓ

Hardik pandya Team India Test Series ટેસ્ટ સીરિઝ હાર્દિક પંડયા hardik pandya
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ