CM બદલાશે? 10 દિવસમાં રૂપાણી જશેઃ હાર્દિક, 'હું કઇ નથી જાણતો...' સૌથી મોટો ખુલાસો

By : HirenJoshi 03:12 PM, 14 June 2018 | Updated : 03:16 PM, 14 June 2018
ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રીને બદલાવના મામલે વીટીવી દ્વારા સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. વિજય રૂપાણીને બદલવાને લઇને અફવાઓ ચાલી રહી છે. ગુજરાતના સીએમ વિજય રૂપાણી નહીં બદલાય. ગુજરાતના સીએમ તરીકે વિજય રૂપાણી યથાવત રહેશે. વીટીવી પાસે આ સમગ્ર અફવાને લઇને એકસક્લુઝીવ માહિતી મળી છે.

રૂપાણી જ કેમ રહેશે CM?
વિજય રુપાણીની કામગીરી પ્રશંસનીય રહી છે. વિજય રુપાણીની કામગીરીને લઇને હાઇકમાન્ડ ખુશ છે. પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહ પણ સીએમની કામગીરીથી ખુશ છે. ભાજપના જ નેતાઓ દ્વારા અફવા ફેલાવાતી હોવાની આશંકા સેવાઇ રહી છે. સીએમને બદલવાને લઇને પાર્ટીના નેતાઓ દ્વારા જ વાત વહેતી કરાઇ હોઇ શકે છે. જો કે હાઇકમાન્ડને રુપાણી પુરો વિશ્ર્વાસ પર છે.

વિજય રુપાણી સૌને સાથે રાખીને ચાલનારા સીએમ છે. દોઢ મહિનામાં ચાર જેટલી પ્રજાલક્ષી યોજનાઓ સીએમ જાહેર કરી છે. સીએમ હજુ પણ વહીવટમાં પારદર્શી આવે તેવા પ્રયાસ કરી રહ્યા છે. કોઇપણ મંજૂરી ઓનલાઇન થાય અને તેનો બે દિવસમાં નિકાલ આવે તેવા પ્રયાસ કરી રહ્યા છે. આગામી સમયમાં તમામ અરજીઓ ઓનલાઇન કરવાનો સરકારનો નિર્ધાર છે.

ગુજરાતના મુખ્યમંત્રી બદલાવાના મામલે મોટો ખુલાસો થયો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વિજય રૂપાણીને બદલવા અંગેની અફવાઓ ચાલી રહી છે. હાલ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી નહીં બદલાય. વિજય રૂપાણી ગુજરાતના સીએમ તરીકે યથાવત્ રહેશે. 



રૂપાણી અને પ્રદિપસિંહ વચ્ચે અણબનાવની પણ ચર્ચા
કારણ કે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની કામગીરી પ્રશંસનીય રહી છે. વિજય રૂપાણીની કામગીરીને લઈને હાઈકમાન્ડ પણ ખુશ છે. ત્યારે ભાજપના નેતાઓ દ્વારા આ પ્રકારની અફવા ફેલાવવામાં આવતી હોવાની આશંકા છે. તેવામાં રાજ્યના 4 મંત્રીઓ પણ દિલ્લીમાં આંટાફેરા મારી રહ્યા છે. જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા ગઈકાલે દિલ્લી હતી. તો આજે ડેપ્યુટી CM નીતિન પટેલ અને પરબત પટેલ દિલ્લીમાં છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે વિજય રૂપાણી અને પ્રદિપસિંહ વચ્ચે અણબનાવની ચર્ચા થઈ હતી.

10 દિવસમાં નવા CM આવશેઃ હાર્દિક પટેલ
ત્યારે હવે પાસના કન્વીનર હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપી છે કે, બુધવારે કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિજય રૂપાણીનુ રાજીનામુ લઈ લેવામાં આવ્યુ છે. આગામી 10 દિવસમાં વિજય રૂપાણીના સ્થાને નવા મુખ્યમંત્રી ચૂંટવામાં આવશે. સાથે જ હાર્દિક પટેલે કહ્યુ કે, છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં કાયદો વ્યવસ્થા બગડી રહ્યો છે. જેના કારણે વિજય રૂપાણીએ રાજીનામુ આપ્યુ છે. હાર્દિકે દાવો કર્યો છે કે, હવે ભાજપ દ્વારા ક્ષત્રિય અથવા પાટીદાર સમાજના આગેવાનને મુખ્યમંત્રી બનાવવામાં આવશે.



નીતિન પટેલે CM રૂપાણીના રાજીનામાની વાત ફગાવી
આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પ્રતિક્રિયા આપતા રાજીનામાની વાત ફગાવી છે. નીતિન પટેલે કહ્યુ કે, સોશિયલ મીડિયામા કેટલાક લોકો પક્ષને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ મામલે નીતિન પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ પર પ્રહાર કરતા નીતિન પટેલે કહ્યુ કે, અફવા ફેલાવવાનુ કોંગ્રેસનુ કાવતરું છે.

રાજીનામાની અફવા પર વિજય રૂપાણીનું મોટું નિવેદન
રાજીનામાની ચર્ચાઓ મામલે વિજય રૂપાણીએ નિવેદન આપ્યુ છે કે, રાજીનામાની અફવાઓ ચાલી છે. આ રાજીનામા વિશે હું કઈ પણ જાણતો નથી.
 



Recent Story

Popular Story