શાહરુખ અને કાજોલની જોડીને જેમ બોલિવૂડમાં આઇકોનિક જોડી માનવામાં આવે છે તેમ જ આજના યુવાન બ્રિગેડ કલાકારોમાં વરુણ ધવન અને આલિયા ભટ્ટની સાથે-સાથે હવે આયુષ્માન ખુરાના અને ભૂમિ પેડનેકરનું નામ પણ જોડાવાની તૈયારીમાં છે. ‘દમ લગા કે હઇશા’ અને ‘શુભ મંગલ સાવધાન’ બાદ ‘બાલા’ નામની ફિલ્મમાં ફરી એક વાર કામ કરવા જઇ રહ્યાં છે.
આયુષ્માન અને ભૂમિની જોડીને દર્શકો પણ સ્ક્રીન પર ખૂબ જ વખાણે છે. તેથી નિર્માતા-નિર્દેશકો આયુષ્માન અને ભૂમિને સાથે લઇને ફિલ્મ બનાવે તેવી શક્યતાઓ છે. ભૂમિએ તેની છેલ્લી ફિલ્મ ‘સોનચીડિયા’માં સુશાંતસિંહ સાથે કામ કર્યું હતું. ‘બધાઇ હો’ અને ‘અંધાધુન’ ફિલ્મની સફળતા બાદ આયુષ્માનની ઝોળીમાં પણ ‘ડ્રીમ ગર્લ’ અને ‘આર્ટિકલ-૧૫’ નામની ફિલ્મો પહેલાંથી જ છે.
હાલમાં આયુષ્માન ‘આર્ટિકલ-૧૫’ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે તેવામાં તેને વધુ એક ફિલ્મ ‘બાલા’ની ઓફર મળી હતી. કૌશિકે આ વિશે કહ્યું હતું કે ભૂમિ અને આયુષ્માને પહેલાં પણ સામાજિક મુદ્દા પર બનતી ફિલ્મોમાં એકસાથે કામ કર્યું હોવાથી મારી ફિલ્મ માટે બંધબેસતાં છે. કાનપુરના નાનકડા ગામની સમસ્યાને દર્શાવવાની અમારી એક નાનકડી કોશિશ છે. •