Ek Vaat Kau / શું ગૌતમ અદાણીથી દુનિયાનું સૌથી મોટું રિડેવલોપમેન્ટ પૂરું થશે?

મહારાષ્ટ્ર સરકારે મંગળવાર એટલે કે 29 નવેમ્બરના રોજ ધારાવી રિડેવેલોપમેન્ટ પ્રોજેક્ટ માટે પ્રાપ્ત બિડ્સ ખોલી હતી. અદાણી ગ્રુપની તરફથી આ પ્રોજેક્ટ માટે DLFથી બેગણી વધારે બોલી લગાવી હતી. જેમાં 5,069 કરોડની હતી જ્યારે ધારાવી રિડેવેલોપ્મેન્ટ માટે ડી.એલ.એફની બોલી 2,025 કરોડની હતી. જેથી હવે ગૌતમ અદાણી એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીની કાયાપલટ કરશે,જેમાં કમેન્સ સર્ટિફિકેટ લાગૂ થયાં બાદ પહેલા ચરણનું કામ 7 વર્ષમાં પૂરું થવાની આશા દેખાઇ રહી છે. ત્યારે અદાણી ગ્રુપ સામે અનેક પડકારો છે તેથી લોકોના મનમાં સવાલ છે કે ધારાવીનું ટેન્ડરતો જીતી લીધું પણ શું ગૌતમ અદાણીથી દુનિયાનું સૌથી મોટું રિડેવલોપમેન્ટ પૂરું થશે ? જુઓ EK VAAT KAU માં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ