કોપનહેગન
ડેનિશ સરકાર દેશમાં મહિલાઓ દ્વારા પહેરવામાં આવતો બુરખો પર પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહી છે. સરકાર જાહેર સ્થળોએ સ્ત્રીઓના આ કપડાં પહેરવા પર પ્રતિબંધ મૂકશે જે ચહેરાને સંપૂર્ણપણે ઢાંકી દેતો હોય. અહેવાલ મુજબ સરકાર કહે છે કે અમે જાહેર સ્થળોએ બુરખા અથવા હિજાબ પહેરવાની ચોખી ના પાડવા માટે જાહેરાત રજૂ કરવાની છે. જે લોકો જાહેર સ્થળે આવું કરશે છે તેમને દંડ ચૂકવવો પડશે.
અહેવાલ મુજબ 120 પાઉન્ડનો દંડ એટલે કે 9 545 રૂપિયા નિયમના ઉલ્લંઘન પર લાદવામાં આવશે. જો કોઈ એક કરતાં વધુ વખત જોવા મળે તો આ દંડ રૂ. 1 લાખ સુધીની હોઇ શકે છે. ડેનમાર્કના જજ સોરેન પાપે પાઉસેને જણાવ્યું હતું કે લોકો જાહેરમાં મળતી વખતે ચહેરો છુપાવવું તે ડેનિશ સમાજના મૂલ્યોની વિરુદ્ધ છે.
તેમણે જણાવ્યું હતું કે "આ પ્રતિબંધથી અમે એ સાબિત કરવા માગીએ છીએ કે અમે એક સમાજ છીએ જે એકબીજા પર ભરોસો રાખે છે અને મીટિંગ દરમિયાન person to person વાત કરે છે." સરકારની આ દરખાસ્ત શાસક ગઠબંધનમાં સામેલ ત્રણ પક્ષો દ્વારા સપોર્ટેડ છે. તેમ છતાં ડેનમાર્કમાં મુસ્લિમ વસ્તી બહુ ઓછી છે અને બૅન પરની તેની અસર લગભગ 200 મહિલાઓને થશે.
ફ્રાન્સ બેલ્જિયમ નેધરલેન્ડઝ બલ્ગેરિયા અને જર્મની એવા દેશો છે કે જેણે બુરખા પર પહેલાથી જ પ્રતિબંધ મૂક્યો છે. 2011માં આ પ્રતિબંધને બેલ્જિયમમાં કાનૂની પડકાર પણ આપવામાં આવ્યો હતો પરંતુ યુરોપીયન કોર્ટ ઓફ હ્યુમન રાઇટ્સે તેને એમ કહીને જાળવી રાખ્યું હતું કે બેલ્જિયમ પાસે પ્રતિબંધ મૂકવાનો અધિકાર છે.