બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / દેશના હવામાન અંગે ચિંતાજનક આગાહી, 25 વર્ષ બાદ થશે કડકડતું, વૈજ્ઞાનિકોએ કારણ સાથે કર્યો દાવો

ઠંડી ગાભા કાઢશે.. / દેશના હવામાન અંગે ચિંતાજનક આગાહી, 25 વર્ષ બાદ થશે કડકડતું, વૈજ્ઞાનિકોએ કારણ સાથે કર્યો દાવો

Last Updated: 05:28 PM, 7 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લા નીનાની સીધી અસર રવિ અને ખરીફ પાક પર પણ જોવા મળશે. માર્ચ અને એપ્રિલમાં અસાધારણ ઠંડી અને વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થઈ શકે છે.

હવે શિયાળાની શરુઆત થઈ રહી છે. ધીરે ધીરે ઠંડી વધી રહી છે. આ શિયાળામાં તીવ્ર ઠંડી પડવાની સંભાવના છે અને તે છેલ્લા 25 વર્ષનો રેકોર્ડ તોડી શકે છે. AMUના ભૂસ્તરશાસ્ત્રીઓ કહે છે કે ઉત્તર ભારતમાં ઠંડીમાં વધારો પ્રશાંત મહાસાગરમાં ચાલી રહેલી "લા-નીના" અસર સાથે સીધો સંબંધ ધરાવે છે. આ ક્લાઈમેટ ચેન્જને કારણે ઉત્તર ભારતમાં તાપમાન સામાન્ય કરતા વધુ ઘટી શકે છે, જેના કારણે આ વખતે ઠંડી ખૂબ જ વધારે પ્રમાણમાં પડી શકે છે.

cold-wave.jpg

AMUના ભૂસ્તરશાસ્ત્રીઓ કહે છે કે લા નીનાને કારણે તાપમાનમાં ઘટાડો થશે અને ઉચ્ચ દબાણવાળા ઠંડા પવનોમાં વધારો થશે, જે ઉત્તર ભારતમાં ઠંડી લાવશે. આ એક આબોહવા ચક્ર છે, જે હવામાનમાં અણધાર્યા ફેરફારો લાવે છે. ઉદાહરણ તરીકે પહેલા વરસાદ ઓછો હતો, પરંતુ પછી વધુ પડતા વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ. આવી જ અસ્થિરતા શિયાળામાં પણ જોવા મળે છે.

coldwavw.jpg

ઠંડીથી પાકને અસર થશે

લા નીનાની સીધી અસર રવિ અને ખરીફ પાક પર પણ જોવા મળશે. માર્ચ અને એપ્રિલમાં વધારે ઠંડી અને વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થઈ શકે છે. તેમણે કહ્યું કે પ્રશાંત મહાસાગરના પવનો વિષુવવૃત્તની સમાંતર પશ્ચિમ તરફ ફૂંકાય છે, જે ગરમ પાણીને દક્ષિણ અમેરિકાથી એશિયા સુધી લઈ જાય છે. અલ નીનો અને લા નીના જેવી અસરો માત્ર હવામાનને જ નહીં પરંતુ વૈશ્વિક અર્થતંત્ર અને પર્યાવરણને પણ અસર કરે છે.

વધુ વાંચો : મહિલાઓને પણ કમાવાનો અને ભણવાનો પુરો અધિકાર, એકલા પુરુષોને મળવો ખોટું- HC

લા નીનાની અસર સામાન્ય રીતે 9 થી 12 મહિના સુધી રહે

અલ નીનો અને લા નીનાની અસર સામાન્ય રીતે 9 થી 12 મહિના સુધી રહે છે, પરંતુ તેમના આવવા માટે કોઈ નિશ્ચિત સમય નથી. આ ચક્ર દર 2 થી 7 વર્ષે થાય છે અને તેની અસર વિશ્વના વિવિધ ભાગોમાં આબોહવાને અસર કરે છે. ખાસ કરીને ભારતનું ચોમાસું પ્રશાંત મહાસાગરની આબોહવા પર નિર્ભર છે, જેના કારણે આબોહવામાં કોઈપણ ફેરફારની સીધી અસર ભારતના હવામાન પર પડે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

coldwave winter cold
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ