IMDના જણાવ્યા અનુસાર મંગળવારે તોફાન થોડું નબળું પડ્યું છે ચક્રવાતી તોફાન બિપોરજોય આજે સાંજે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે. વાવાઝોડું કચ્છ જિલ્લાના જખૌ બંદર પર લેન્ડફોલ કરશે.
આજે સાંજે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે 'બિપરજોય'
બિપરજોય એક ગંભીર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થયું
ક્લાઇમેટ ચેન્જને કારણે ગ્લોબલ વોર્મિંગ થયું
પાકિસ્તાનમાં પણ તબાહી મચાવશે ચક્રવાત બિપરજોય
આ વર્ષે અરબી સમુદ્રમાં સર્જાયેલું પ્રથમ તોફાન બિપરજોય ઝડપથી ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે. બિપરજોય ગુજરાત નજીક દક્ષિણપૂર્વ અરબી સમુદ્રમાં પહોંચવાનો છે. વાવાઝોડાને કારણે આજે એટલે કે 15મી જૂને વાવાઝોડાની સંભાવના છે. અત્યાર સુધી મળતી માહિતી અનુસાર આ તોફાન બપોર સુધીમાં જખૌ બંદર માંડવી અને પાકિસ્તાનના કરાચીમાંથી પસાર થશે. આ સાથે જ વાવાઝોડું 16મી જૂને રાજસ્થાન પહોંચવાની શક્યતા છે.
આજે સાંજે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે 'બિપરજોય'
IMDના જણાવ્યા અનુસાર મંગળવારે તોફાન થોડું નબળું પડ્યું છે ચક્રવાતી તોફાન બિપોરજોય આજે સાંજે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે. વાવાઝોડું કચ્છ જિલ્લાના જખૌ બંદર પર લેન્ડફોલ કરશે. એવું અનુમાન છે કે ગુરુવારે સાંજે જ્યારે તોફાન દરિયાકાંઠે ટકરાશે ત્યારે તેની સ્પીડ 125થી લઈને 150 કિલોમીટર સુધી રહેશે. સંભવિત નુકસાનને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકારની સાથે-સાથે વહીવટી તંત્ર પણ રાહત અને બચાવ કામગીરીની તૈયારીમાં વ્યસ્ત છે. તોફાનના કારણે ગુજરાત અને મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ ચાલુ છે.
બિપરજોય એક ગંભીર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થયું
10 જૂને, બપોરે 2.30 વાગ્યે, IMD એ ચેતવણી આપી હતી કે ચક્રવાત અત્યંત ગંભીર ચક્રવાતમાં ફેરવાઈ જશે. આગાહી સચોટ હતી. ચક્રવાત 11 જૂનના રોજ સવારે 5.30 વાગ્યે અત્યંત તીવ્ર ચક્રવાત તોફાનમાં ફેરવાઈ ગયું હતું. IMD અનુસાર, 12 જૂને સવારે 11.30 વાગ્યા સુધી પવનની ઝડપ 165-175 થી 190 kmph હતી. આ સાથે જ એક વાત નોંધનીય છે કે બિપરજોય છેલ્લા 58 વર્ષમાં જૂનમાં અરબી સમુદ્રમાં વિકસિત થનારું ત્રીજું 'અત્યંત ગંભીર' ચક્રવાત છે.
ગુજરાતના અનેક વિસ્તારોમાં બિપરજોયની અસર
છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ખાબકેલા વરસાદની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 97 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છના અંજારમાં નોંધાયો છે. અંજારમાં છેલ્લા 24 કલાકમાં સવા ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો આજે ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, જામનગર, દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિપરજોય વાવાઝોડાને લઈ રાજ્યમાં વરસાદની આગાહી છે. આજે કચ્છ, જામનગર અને દ્વારકામાં રેડ એલર્ટ છે. જ્યારે મોરબી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે પોરબંદર, જામનગર, કચ્છ, દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે રાજકોટ, જૂનાગઢ, મોરબી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અમદાવાદ, આણંદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં વરસાદની શક્યતા છે.
બિપરજોય ક્યાં ત્રાટકશે?
ચક્રવાત બિપરજોય 15 જૂનની સાંજે ગુજરાતના કચ્છ અને પાકિસ્તાનના કરાચીમાં ત્રાટકશે એવી સંભાવના જતાવવામાં આવી છે. આ દરમિયાન પવનની ઝડપ 150 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા છે.
આ 9 રાજ્યોમાં એલર્ટ
ભારતીય હવામાન વિભાગે બુધવારે 9 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એલર્ટ મૂક્યું છે જેમાં ગુજરાત, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગોવા, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી છે. સાથે જ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદનું એલર્ટ છે.
બિપરજોય ગુજરાતના આ 7 જિલ્લામાં તબાહી મચાવી શકે છે
બિપરજોયને કારણે 15મી જૂને કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, રાજકોટ અને જૂનાગઢમાં નુકસાન થવાની સંભાવના છે. આ જિલ્લાઓમાં કચ્છના મકાનોને ભારે નુકસાન થઈ શકે છે.
આ વાવાઝોડાની અસર કેટલી ખતરનાક હશે
ચક્રવાત બિપરજોય એ તાજેતરના સમયમાં સૌથી લાંબો સમય ચાલતું ચક્રવાત છે. આ ચક્રવાત 6 દિવસ પહેલા ઉભુ થયું હતું અને હજુ આ તોફાન શાંત થયું નથી. આ સાથે જ તોફાન હજુ 10 દિવસ સુધી ચાલવાની ધારણા છે.જણાવી દઈએ કે IIT મદ્રાસના અભ્યાસમાં ચક્રવાતની તીવ્રતાનું ગ્લોબલ વોર્મિંગ સાથે જોડાણ જણાવવામાં આવ્યું છે. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે ગ્લોબલ વોર્મિંગને કારણે અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન વધુને વધુ ગંભીર બની રહ્યું છે.
ક્લાઇમેટ ચેન્જને કારણે ગ્લોબલ વોર્મિંગ થયું
IIT બોમ્બેના અભ્યાસ મુજબ, "ક્લાઇમેટ ચેન્જને કારણે ગ્લોબલ વોર્મિંગ થયું છે. આના કારણે મહાસાગરો પહેલેથી જ ગરમ થઈ ગયા છે. માર્ચથી અરબી સમુદ્ર લગભગ 1.2 ડિગ્રી સેલ્સિયસ ગરમ થયો છે. ' સાથે જ યુએન ક્લાઈમેટ રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ગરમ વાતાવરણમાં ગરમીને કારણે ચક્રવાતની તીવ્રતા વધશે. ' આ સાથે જ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ક્લાઈમેટ ચેન્જના યુગમાં તોફાન જેવી કુદરતી આફતો તો વધશે જ પરંતુ ટાળી શકાશે નહીં.
ચક્રવાત બિપરજોય ભારત અને પાકિસ્તાન બંને માટે આ વર્ષનું સૌથી ભયંકર તોફાન બની ગયું છે. જણાવી દઈએ કે બિપરજોય તોફાન 10 દિવસ સુધી ચાલી શકે છે. જે છેલ્લા 10 વર્ષમાં વાવાઝોડાના સમયગાળાની સરખામણીમાં સૌથી વધુ છે. 2013માં પાઈલીન વાવાઝોડું આવ્યું હતું. આ તોફાન 9 દિવસ સુધી ચાલ્યું હતું. સાથે જ અરબી સમુદ્રમાં 2019માં આવેલા અત્યંત ગંભીર ચક્રવાત ક્યારનું આયુષ્ય 9 દિવસ અને 15 કલાક હતું.
ચોમાસા પર વાવાઝોડાની શું અસર થશે
સ્કાયમેટના જણાવ્યા અનુસાર આ વાવાઝોડાને કારણે ચોમાસાની શરૂઆતમાં વિલંબ થઈ શકે છે. IMD એ અગાઉ કહ્યું હતું કે ભારતમાં અલ નીનોની સ્થિતિ હોવા છતાં ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદ થવાની ધારણા છે.
પાકિસ્તાનમાં પણ તબાહી મચાવશે ચક્રવાત બિપરજોય
પાકિસ્તાનના આબોહવા મંત્રીએ કહ્યું કે, થટ્ટા, સુજાવલ, બદીન, થરપારકર અને ઉમરકોટ જિલ્લાઓ ચક્રવાતથી સૌથી વધુ પ્રભાવિત થશે. તેમણે વધુમાં માહિતી આપી હતી કે, ચક્રવાતી તોફાન 'બિપોરજોય' કરાચીથી દૂર જઈ રહ્યું છે અને ઉમેર્યું હતું કે, ચક્રવાતને કારણે સત્તાવાળાઓને પાકિસ્તાનમાં નાના એરક્રાફ્ટ ઓપરેશનને સ્થગિત કરવાની ફરજ પડી છે. તેમણે કહ્યું કે, ચક્રવાત પાકિસ્તાનની નજીક આવતાં કોમર્શિયલ ફ્લાઈટ ઓપરેશન્સ સ્થગિત રહેશે.
પાકિસ્તાન હવામાન વિભાગે શું કહ્યું?
પાકિસ્તાન હવામાન વિભાગ (PMD) એ જણાવ્યું હતું કે, ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર ચક્રવાત બિપરજોય છેલ્લા છ કલાકમાં લગભગ ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું છે. ચક્રવાત બિપરજોય હવે 22.1 ડિગ્રી ઉત્તર અને 66.9 ડિગ્રી પૂર્વ અક્ષાંશ નજીક કરાચીથી લગભગ 310 કિમી દક્ષિણે, થટ્ટાથી 300 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં અને કેટી બંદરથી 240 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં છે.