Will Bihar not get special state status now Nitish Kumar's decision is a big blow from the Center
સ્પષ્ટતા /
શું હવે બિહારને નહીં મળે વિશેષ રાજ્યનો દરજ્જો?, કેન્દ્રના નિર્ણયથી નીતીશ કુમારને મોટો ઝટકો
Team VTV07:21 PM, 18 Feb 23
| Updated: 07:22 PM, 18 Feb 23
બિહારને હવે કોઈ વિશેષ દરજ્જો આપવામાં આવશે નહીં..આ વાત નિર્મલા સીતારામન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ સાથે હવે નીતીશ કુમારનું સપનું તૂટી ગયું છે.
બિહારને નહીં મળે વિશેષ રાજ્યનો દરજ્જો...નિતિશને મોટો ફટકો
બિહારને હવે કોઈ વિશેષ દરજ્જો આપવામાં આવશે નહીં
નિર્મલા સીતારામન દ્વારા કરવામાં આવી સ્પષ્ટતા
બિહાર રાજ્યના મુખ્યમંત્રી નીતીશ કુમાર દ્વારા બિહાર રાજ્યને વિશેષ દરજ્જો આપવાની માંગ કરવામાં આવી હતી. બિહારને વિશેષ દરજ્જો આપવાની માંગ તેમની જૂની હતી. તે જૂની માંગને ફરી એકવાર જાન્યુઆરી મહિનામાં ઉઠાવવામાં આવી હતી.હાલ તો બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગને કેન્દ્ર સરકાર દ્વારા મોટો ઝાટકો લાગ્યો છે. કેમકે કેન્દ્ર સરકારમાંથી નાણાં મંત્રી નિર્મલા સીતારામન દ્વારા જણાવવામાં આવ્યું છે કે બિહારને વિશેષ દરજ્જો આપવામાં આવશે નહીં.
જો વિશેસ દરજ્જો મળ્યો હોત તો આજે વિકાસ અલગ જ થયો હોત
જાન્યુઆરીમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર દ્વારા પત્રકારો સાથેની વાતચીત દરમિયાન એક માંગ સામે આવી હતી. જેમા નીતીશ કુમારે કહ્યું હતું કે બિહારને વિશેશ દરજ્જો મળવો જોઈએ. ઉલ્લેખનીય છે કે 18 જાન્યુઆરી ના રોજ નીતીશ કુમારે વધુમાં જણાવ્યું હતું કે બિહારને જો વિશેસ દરજ્જો મળ્યો હોત તો આજે વિકાસ અલગ જ થયો હોત. બિહાર એક અલગ શિખર સર કર્યું હોત અને વિકાસનું મોડલ હોત. આ સાથે તેમણે કહ્યું કે હાલ માં જે વિકાસ થઈ રહ્યો છે તે પોતાના દમ-તાકાત પર બિહાર વિકાસ કરી રહ્યું છે.
કોઈપણ રાજ્ય માટે વિચાર કરશે નહીં
મળતી માહિતી પ્રમાણે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલાએ શુક્રવારે ભુવનેશ્વરમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર વિશેસ શ્રેણીની માગ કરવામાં આવેલા કોઈપણ રાજ્ય માટે વિચાર કરશે નહીં. આ જાહેરાત બાદ બિહાર અને ઓડિસા જેવા રાજ્યોને મોટો ફટકો પડયો છે.સંસદમા ચર્ચા દરમિયાન રાજ્યસભામાં બીજેડી સાંસદ દ્વારા આ પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. સાંસદે કહ્યું કે જ્યારે પણ ઓડિશામાં ચક્રવાત આવે છે ત્યારે ઘરોને નુકસાન થાય છે. પાક નાશ પામે છે. જેથી રાજય પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી ભંડોળ પૂરું પાડવું જોઈએ. નાણામંત્રીએ કેન્દ્રીય બજેટ પર મીડિયા સાથેની વાતમાં જણાવ્યું હતું કે, કોઈપણ રાજ્યને વિશેસ દરજ્જો આપી શકાય નહીં તેમ નાણાં પંચે પણ સ્પષ્ટ કહ્યું છે. આ સાથે તેમણે તેલંગાણા અને આંધ્રપ્રદેશનું ઉદાહરણ પણ આપ્યું હતું.