બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / Will Biden find it difficult to withdraw troops from Afghanistan? Fear of losing this election
Last Updated: 11:55 AM, 14 September 2021
ADVERTISEMENT
પ્રમુખ બન્યા બાદ પ્રથમ વખત જો બિડેનનું રેટિંગ 50 ટકાથી નીચે આવ્યું
ADVERTISEMENT
અમેરિકામાં ત્રણ અઠવાડિયા પહેલા સુધી અફઘાનથી સેના પાછી બોલાવવાનું સમર્થન ફક્ત ડેમોક્રેટિક જ કરી રહ્યા નહોતા પણ વિપક્ષ રિપબ્લિકનના મોટાભાગના સભ્યો સમર્થન આપી રહ્યા પણ આજે સ્થિતિ બદલાઇ ચૂકી છે. રાષ્ટ્રપતિ બાઈડેનને સેનાના અધિકારીઓ, વિપક્ષી દળ અને પોતાની પાર્ટીમાં ટીકાઓ સહન કરવી પડી રહી છે.બિડેનના રાષ્ટ્રપતિ બન્યા બાદ પહેલીવાર તેમનું રેટિંગ 50%થી નીચે આવી ગયું છે. આ કારણે અમેરિકામાં અગામી વર્ષે યોજાનારી મહત્વની મધ્ય ગાળાની ચૂંટણીમાં પાર્ટીની સ્થિતી નબળી પડી શકે છે.
અફઘાનિસ્તાનમાં હજી પણ 100થી વધુ નાગરિકો ફસાયેલા છે
લગભગ સૌ કોઈ એક વાતને લઈને નિશ્ચિત છે કે, અફઘાનિસ્તાનથી સેનાને પાછું બોલાવાના નિર્ણયને બિડેન વધુ સારી રીતે હેન્ડલ કરી શકતાં હતાં.અનેક ડેમોક્રેટ્સ કહે છે કે બાડિને આશ્વાસન આપ્યું હતું કે સૈનિકોતા જતા પહેલા કોઈ અમેરિકી નહીં ફસાય પણ એવું ન થયું. હજુ પણ ત્યાં 100થી વધુ અમેરિકી ફસાયેલા છે.
બિડેનના નિર્ણય પર પાર્ટી બે જૂથોમાં વહેંચાઈ ગઈ
ડેમોક્રેટિક પાર્ટીમાં બે વિરોધી છાવણીઓ છે. ઘણા રાષ્ટ્રીય સુરક્ષા તરફી ડેમોક્રેટિક નેતાઓ લશ્કર જમાવવાની તરફેણમાં છે, જ્યારે બર્ની સેન્ડર્સના નેતૃત્વમાં ડાબેરી ડેમોક્રેટ્સ તેની વિરુદ્ધ છે, પરંતુ બંને બિડેનને ઘેરી રહ્યા છે. બર્ની સેન્ડર્સ જૂથના નેતા રો ખન્નાએ સેનાની પીછેહઠને બ્રેગ ચાલ તરીકે વર્ણવી છે.
સૈન્ય પાછું ખેંચવાનો નિર્ણય અમેરિકા માટે નુક્સાન કારક
સેનેટ વિદેશ સમિતિના અધ્યક્ષ બોબ મેનેન્ડેઝે કહ્યું: "હું નિરાશ છું. અમે નિષ્ફળતાના ભયંકર પરિણામો જોઈ રહ્યા છીએ. સેનેટમાં આર્મ્ડ સર્વિસીઝના પ્રેસિડેન્ટ જેક રીડ કહે છે કે ભૂલ ક્યાં ગઈ તે અમે શોધીશું. સેનેટની વિદેશ નીતિ સમિતિના સભ્ય બેન કાર્ડિન કહે છે કે, 'આ અમેરિકા માટે કલંક છે. આ આપણને નુકસાન કરશે.
નિષ્ફળતાની જવાદારી બિડેને લેવી જોઈએ
અફઘાનિસ્તાનમાં વર્ષ 2012માં યુએસ મરીન તરીકે રહી ચુકેલા સૈન્યના અધિકારીએ જણાવ્યું હતું કે, જમીની હાલત પરની વ્યૂહાત્મક પરિસ્થિતિઓની માટે હંમેશા કમાન્ડર ઈન ચીફ જવાબદાર હોય છે. બિડેને આ નિષ્ફળતાની જવાબદારી લેવી જોઈએ. તેઓ બિડેનની દલીલને પણ ફગાવી દે છે કે અફઘાનિસ્તાન છોડતી વખતે અરાજકતાનો પહેલેથી ભય હતો. આ બકવાસ છે. 20 વર્ષ પછી આપણે પીઠ ન બતાવવી જોઈએ
સૈન્યની વાપસીથી રિપબ્લિકન પાર્ટીનો મોટો મુદ્દો મળ્યો
ડેમોક્રેટ્સને ડર છે કે સૈન્યની વાપસી મધ્ય-ગાળાની ચૂંટણીમાં તેમની પકડ નબળી પડી છે. મોટાભાગના ડેમોક્રેટ્સ પત્રકારોને ઓફ ધ રેકોર્ડ કહી રહ્યા છે કે બિડેન વહીવટમાં આ સૌથી મુશ્કેલ ક્ષણ છે. તેમનું માનવું છે કે રિપબ્લિકન પાર્ટી પાસે કોઈ મુદ્દો નહોતો, પરંતુ સૈન્યની વાપસીથી તેમને એક શક્તિશાળી 'દારૂગોળો' મળ્યો છે.
42% અમેરિકનો માને છે કે જો બિડેન નિષ્ફળ ગયા છે
સપ્ટેમ્બરમાં હાથ ધરવામાં આવેલા મોટાભાગના સર્વેક્ષણોમાં, જો બિડેનનું રેટિંગ 50%થી નીચે આવી ગયું છે. 42% લોકો ભારપૂર્વક કહી રહ્યા છે કે બિડેન અફઘાનિસ્તાનમાં સંપૂર્ણ નિષ્ફળ રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે 2024 ની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે બિડેન ઉપર આગેવાની લીધી છે. બીજી બાજુ, હવે લોકો પણ કોરોના પર બિડેનને ઘેરી રહ્યા છે. અહીં દરરોજ 1.5 લાખ કેસ આવી રહ્યા છે અને 1500 મૃત્યુ થઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.