બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / Mahamanthan / શું અયોધ્યા જીત અને INDIAના પર્ફોમન્સથી ધોવાઈ જશે EVMનો ડાઘ ! ચેડાંના આરોપ કેટલા સાચા?
Last Updated: 09:05 PM, 16 June 2024
2024ના ચૂંટણી પરિણામ પછી મુખ્ય ચૂંટણી કમિશનરની માર્મિક વાત યાદ આવી રહી છે જેમાં તેમણે EVMને ખરાબ મૂહુર્તમાં જન્મેલું સંતાન ગણાવ્યું હતું. મુખ્ય ચૂંટણી કમિશનરે હસતાં-હસતાં કરેલી માર્મિક વાત સાચી પડી રહી છે. 2024ની અતિશય મહત્વની ચૂંટણી પૂર્ણ થઈ ચુકી છે પરંતુ EVM ઉપર સવાલ ઉઠવાનું ચાલુ જ છે. રાહુલ ગાંધીએ એક ટ્વીટ કર્યું અને ફરી EVM ઉપર રાજકારણ શરૂ થઈ ગયું. રાહુલ ગાંધીએ EVMની સરખામણી બ્લેક બોક્સ સાથે કરી કે જેની તપાસ શક્ય જ નથી. રાહુલ ગાંધીએ જે સંદર્ભ લીધો હતો. તે એક અખબારના આર્ટિકલ અને એલન મસ્કના ટ્વીટનો હતો. મુંબઈ ઉત્તર-પશ્ચિમ બેઠકના નવા ચૂંટાયેલા સાંસદ રવિન્દ્ર વાયકરની માત્ર 48 મતથી થયેલી જીત સામે સવાલો ઉઠ્યા છે.
ADVERTISEMENT
એવો આરોપ લાગ્યો છે કે રવિન્દ્ર વાયકરનો સંબંધી મતગણતરી કેન્દ્રએ મોબાઈલ ફોન સાથે હાજર હતો જે EVMને અનલોક કરવા માટે વપરાતો હતો. જો કે ચૂંટણીપંચે આરોપોને નકારીને સ્પષ્ટ કર્યું કે EVM કોઈ સાથે જોડાયેલું નથી એટલે તેનું હેકિંગ શક્ય નથી. આ બધી સ્પષ્ટતાઓ કે ખુલાસા પહેલીવારના નથી. જો કે રાહુલ ગાંધી સહિત વિપક્ષને એટલું ચોક્કસ પૂછવાનું કે આ વખતે તો ભાજપ બહુમતિથી છેટું રહ્યું છે અને કોંગ્રેસ સહિતના ઈન્ડિયા ગઠબંધનને સારી એવી બેઠક મળી છે તો પછી EVM સામે સવાલો કેમ ઉઠાવવામાં આવ્યા?
ADVERTISEMENT
એક નાનું છતા મોટું ઉદાહરણ અયોધ્યાનું આપીએ તો અયોધ્યા જે લોકસભામાં આવે છે ત્યાં ભાજપના ઉમેદવાર હારી ગયા અને સમાજવાદી પાર્ટીના ઉમેદવાર જીતી ગયા તો આ પાછળ પણ EVMની કમાલ છે? EVM એકંદરે ભારતની પારદર્શક ચૂંટણી પ્રક્રિયાનું અદકેરું પ્રતિક બની ગયું છે ત્યારે આ પારદર્શિતામાં રાહુલ ગાંધી સહિતના વિપક્ષને છીંડા કેમ દેખાય છે.
EVM અંગે રાહુલ ગાંધીએ શું કહ્યું?
ભારતમાં EVM `બ્લેક બોક્સ' જેવું છે. અહીં EVMની તપાસ શક્ય જ નથી. દેશની ચૂંટણી પ્રક્રિયા સામે ગંભીર સવાલ ઉઠી રહ્યાં છે. સંસ્થાઓ જવાબદારી નહીં લે તો લોકશાહી છેતરપિંડીનો શિકાર બનશે.
રવિન્દ્ર વાયકરનો કેસ શું છે?
રાહુલ ગાંધીએ રવિન્દ્ર વાયકરના કેસનો સંદર્ભ આપીને EVM અંગે આક્ષેપ કર્યા છે. રવિન્દ્ર વાયકર શિંદે જૂથની શિવસેનાના સાંસદ છે. મુંબઈ ઉત્તર-પશ્ચિમ લોકસભા બેઠકથી માત્ર 48 મતે વાયકરની જીત થઈ છે. રવિન્દ્ર વાયકર સામે મહાવિકાસ આઘાડીના અમોલ કિર્તીકર હારી ગયા હતા. શરૂઆતમાં અમોલ કિર્તીકરની 1 મતથી જીત થઈ હતી. બાદમાં પુન:મતગણતરી થતા રવિન્દ્ર વાયકર 48 મતે વિજેતા જાહેર થયા. અપક્ષ ઉમેદવારે વાયકરના સંબંધી મંગેશ પંડિલકર વિરુદ્ધ ચૂંટણીપંચને ફરિયાદ કરી છે. મંગેશ પંડિલકર મતગણતરી કેન્દ્ર ઉપર મોબાઈલ સાથે હાજર હતા એવી ફરિયાદ થઈ છે. વનરાઈ પોલીસે ખુલાસો કર્યો કે પંડિલકર EVMથી જોડાયેલા ફોનનો ઉપયોગ કરતો હતો.મોબાઈલ ફોનનો ઉપયોગ EVM અનલોક કરવા OTP જનરેટ કરવા માટે થતો હતો. મામલામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે પોસ્ટલ બેલેટ સિસ્ટમ અનલોક કરવામાં આવી છે. હાજર કર્મચારી દિનેશ ગુરવે સિસ્ટમ અનલોક કરવા મોબાઈલનો ઉપયોગ કર્યો છે. દિનેશ ગુરવે એ જ મોબાઈલ ઉપયોગ કર્યો હતો જે પંડિલકર ઉપયોગ કરતો હતો. મોબાઈલને ફોરેન્સિક તપાસ માટે મોકલી દેવાયો છે. મંગેશ પંડિલકર વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. દિનેશ ગુરવને પણ પૂછપરછ માટે હાજર થવા કહેવાયું છે.
EVM અંગે એલન મસ્કે શું કહ્યું?
એલન મસ્કે રોબર્ટ કેનેડી જુનિયરની પોસ્ટ ઉપર પ્રતિક્રિયા આપી છે. રોબર્ટ કેનેડી જુનિયર અમેરિકન પ્રમુખપદ માટેના સ્વતંત્ર ઉમેદવાર છે. રોબર્ટ કેનેડી જુનિયરે પ્યૂર્ટો રિકોની ચૂંટણીમાં થયેલી ગેરરીતિનો ઉલ્લેખ કર્યો હતો. પ્યૂર્ટો રિકોની ચૂંટણીમાં EVM સંબંધી અનેક ખામીઓ સામે આવી હતી. રોબર્ટ કેનેડી જુનિયરની પોસ્ટ ઉપર એલન મસ્કે જવાબ આપ્યો. એલન મસ્કે EVMને તાત્કાલિક દૂર કરવા માગ કરી છે. એલન મસ્કે કહ્યું કે EVM માણસ અથવા તો AI દ્વારા હેક થઈ શકે છે.
એલન મસ્કને જવાબ
પૂર્વ કેન્દ્રિય IT મંત્રી રાજીવ ચંદ્રશેખરે એલન મસ્કને જવાબ આપ્યો છે. સુરક્ષીત ડિજીટલ હાર્ડવેર ન બની શકે એ વાત ખોટી છે. એલન મસ્કનું નિવેદન અમેરિકા કે અન્ય દેશને લાગુ પડી શકે છે. બીજા દેશમાં EVM માટે નિયમિત કમ્પ્યૂટ પ્લેટફોર્મનો ઉપયોગ થાય છે. ભારતના EVM સુરક્ષીત છે કારણ કે કોઈ સાથે જોડાણ નથી. બ્લૂટુથ, ઈન્ટરનેટ કે વાઈ-ફાઈ સાથે EVMનું જોડાણ નથી. ફેક્ટરી પ્રોગ્રામ્ડ કંટ્રોલરનું પ્રોગ્રામિંગ બીજી વાર નથી થઈ શક્તું. ભારતનું EVM ફેક્ટરી પ્રોગ્રામ્ડ કંટ્રોલર જેવું છે. અમને EVM અંગે ટ્યુશન ચલાવવાનો આનંદ થશે.
ચૂંટણીપંચે શું કહ્યું?
EVM OTPથી અનલોક થતું નથી. EVM ડિવાઈસ કોઈ સાથે કનેક્ટ થતું નથી. EVM સ્ટેન્ડઅલોન સિસ્ટમ છે. અમે સંલગ્ન મીડિયા હાઉસને નોટિસ આપી છે. કલમ 499 હેઠળ માનહાનિનો કેસ કર્યો છે. ચૂંટણી અધિકારીને મોબાઈલ રાખવાની મંજૂરી ચૂંટણીપંચે જ આપી હતી. કોર્ટના આદેશ વગર અમે કોઈને CCTV આપીશું નહી. પોલીસની તપાસ બાદ અમે આંતરિક તપાસ કરીશું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.