બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:07 PM, 11 November 2024
ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીતી ગયા છે, પરંતુ રાષ્ટ્રપતિનું પદ સંભાળવામાં તેમને લગભગ બે મહિના બાકી છે. આગામી વર્ષે જાન્યુઆરી સુધી સત્તા જો બાઇડનના હાથમાં જ રહેશે, અને માનવામાં આવે છે કે જો બાઇડેન તેમના આ બાકી કાર્યકાળ માટે સત્તા છોડી શકે છે.. આ સંજોગોમાં કમલા હેરિસ અમેરિકાની પહેલી મહિલા રાષ્ટ્રપતિ બને તેવા સંજોગો જોવા મળી શકે છે.
ADVERTISEMENT
કમલા હેરિસના પૂર્વ કોમ્યુનિકેશન ડિરેક્ટરનો દાવો
કમલા હેરિસના પૂર્વ કોમ્યુનિકેશન ડિરેક્ટર જમાલ સિમન્સે આ ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે બાઇડન પદ છોડી શકે છે જેથી કમલા હેરિસ દેશની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બની શકે. જો કમલા હેરિસ સત્તા સંભાળે છે, તો આગામી ચુંટણી માટે મહિલા ઉમેદવાર તરીકે તેમનું સ્થાન મજબૂત થશે. હવે સવાલ એ થાય છે કે આવી ચર્ચા ઉઠી શા માટે, વાસ્તવમાં આ ચર્ચા ઉઠી છે છે એક તસવીરથી. એ તસવીર જેમાં જો બાઇડેન રેતી પર લથડાતા જોવા મળી રહ્યા છે.
ADVERTISEMENT
Biden is currently battling the sand at his beach house in Delaware.
— RNC Research (@RNCResearch) November 10, 2024
(The sand is winning) pic.twitter.com/iLu459fStD
જો બાઇડન તેમના ઘર નજીક પત્ની જિલ બાઇડેન સાથે ફરતા હતા. ત્યારે તેઓ ઘણી વાર લડખડાયા અને પડી ગયા હતા. 81 વર્ષના બાઇડન રેતી પર પોતાને માંડ-માંડ સંભાળી શક્યા હતાં. જિલ બાઇડને ઘણી વાર તેમનો હાથ પકડીને તેમને પડવાથી બચાવ્યા. આ પછી તેમના ફિટનેસ પર ફરી સવાલો ઉઠ્યા છે. રિપબ્લિકન પાર્ટીએ આ વીડિયો શેર કર્યો અને લખ્યું કે બાઇડન પોતાના ઘરના નજીક લડખડાયા હતા.. અગાઉ પણ તેમના ફિટનેસ અંગે સવાલો ઉઠ્યા હતા, ત્યારે તેમણે રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી છોડવાનો વિચાર કર્યો હતો.
જો બાઇડન એક અસાધારણ રાષ્ટ્રપતિ રહ્યાં છે. તેમણે આપેલા વચનો તમામ પુરા કર્યા છે. ફક્ત એક જ વચન બાકી છે. તેઓ ઈચ્છે છે કે કમલા હેરિસ રાષ્ટ્રપતિ બને. આ વચન પૂરું કરવા માટે બાઇડન આવતા 30 દિવસોમાં રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપી શકે અને કમલા હેરિસને કમાન સોંપી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.