બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / શેરબજારમાં આવશે ભૂકંપ? તૂટશે અદાણીના શેર? હિંડનબર્ગ બાદ નિષ્ણાંતોનું મોટું એલાન

સ્ટોક માર્કેટની ચિંતા / શેરબજારમાં આવશે ભૂકંપ? તૂટશે અદાણીના શેર? હિંડનબર્ગ બાદ નિષ્ણાંતોનું મોટું એલાન

Last Updated: 09:10 PM, 11 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંડનબર્ગના નવા રિપોર્ટ બાદ આવતીકાલે શેરબજારમાં અદાણી ગ્રુપના શેરોનું શું થશે? તેને લઈને માર્કેટ નિષ્ણાંતોએ સ્પસ્ટતાં કરી છે.

સોમવારે શેરબજારમાં ફરી હિલચાલ જોવા મળી શકે છે. શનિવારે અદાણી ગ્રુપ સંબંધિત સેબી ચીફ માધવી પર હિંડનબર્ગના ગંભીર આરોપ બાદ આવતીકાલે અદાણીના શેરનું શું થશે તેને લઈને નિષ્ણાંતોએ પોતાનો મત વ્યક્ત કર્યો છે.

અદાણી ગ્રૂપના શેર કે માર્કેટ પર અસર નહીં થાય

શેરબજારના વિશ્લેષકો માને છે કે હિંડનબર્ગના નવા રિપોર્ટની અદાણી ગ્રુપના શેર પર બહુ અસર નહીં થાય. આ વખતે માહોલ અલગ છે. અદાણી ગ્રૂપની કંપનીઓના શેર શરૂઆતમાં ઘટી શકે છે પરંતુ ટૂંક સમયમાં રિકવર થઈ જશે. ઇન્ડિટ્રેડ કેપિટલના ગ્રૂપ ચેરમેન સુદીપ બંદોપાધ્યાયે જણાવ્યું હતું કે, નવા હિંડનબર્ગ રિપોર્ટને કારણે શેરબજારમાં વધુ અસર થવાની મને આશા નથી. પ્રારંભિક પ્રતિક્રિયા હોઈ શકે છે, પરંતુ આખરે બજારમાં ખરીદી વધશે. પ્રોફિટમાર્ટ સિક્યોરિટીઝના રિસર્ચ હેડ અવિનાશ ગોરક્ષકરે જણાવ્યું હતું કે હિંડનબર્ગના રિપોર્ટને કારણે સોમવારે બજારમાં કોઈ નકારાત્મક અસર નહીં જોવા મળે.

અદાણી ગ્રુપના 10 લિસ્ટેડ સ્ટોક્સ

અદાણી ગ્રૂપ પાસે હાલમાં 10 લિસ્ટેડ સ્ટોક્સ છે - અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પાવર, અદાણી એનર્જી સોલ્યુશન્સ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટોટલ ગેસ, અદાણી વિલ્મર, અંબુજા સિમેન્ટ્સ, એસીસી અને એનડીટીવી.

2023ના અદાણીના શેર મોટી હદે તૂટ્યાં હતા

2023માં જ્યારે યુએસ શોર્ટ સેલરે અદાણી ગ્રૂપ પર શેરની હેરાફેરી સહિત અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા, ત્યારે અદાણી ગ્રૂપના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, અદાણી ગ્રૂપના શેર પાછળથી રિકવર થયા હતા.

વધુ વાંચો : 'રોકાણકારોની મહામૂલી મૂડી ડૂબી તો કોણ જવાબદાર'? હિંડનબર્ગ રિપોર્ટ પર રાહુલ ગાંધી

શું છે હિંડનબર્ગનો નવો રિપોર્ટ

ફરી એકવાર અદાણી ગ્રુપ પર હુમલો કરતાં હિંડનબર્ગ રિસર્સે કહ્યું કે સેબીના ચેરપર્સન માધવી પુરી બુચ અને તેમના પતિ પર અદાણી સાથે જોડાયેલા વિદેશી ભંડોળમાં હિસ્સો ધરાવે છે. હિન્ડેનબર્ગે શનિવારે મોડી રાત્રે બહાર પાડેલા તેમના નવા રિપોર્ટમાં જણાવ્યું હતું કે સેબીના ચેરપર્સન બુચ અને તેમના પતિ ધબલ બુચનો વિદેશી ફંડમાં હિસ્સો છે જેનો ઉપયોગ અદાણી જૂથમાં ભંડોળના કથિત ગેરઉપયોગ માટે કરવામાં આવ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

hindenburg research adani Hindenburg Adani Case Hindenburg Research
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ