Ek vaat kau / રશિયા સાથે નિષ્ફળતા પછી શું UAE સાથે રૂપિયાના પેમેન્ટની સ્કીમ કામ કરશે? | Ek Vaat Kau

ભારત ઘણા દેશોની સાથે રૂપિયામાં વ્યાપાર કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. રશિયાની સાથે રૂપિયામાં વ્યાપાર કરવાનો પ્રયત્ન નકામો થયા બાદ ભારતે સંયુક્ત અરબ અમીરાતની સાથે મળીને પોતાની સ્થાનીક કરન્સીમાં દ્વિપક્ષીય વ્યાપારનું પેમેન્ટ શરૂ કરી દીધુ છે. સરકારે જાણકારી આપી કે ભારતના એક મુખ્ય રિફાઈનર યુએઈથી દસ લાખ બેરલ તેલની ખરીદી માટે રૂપિયામાં ચુકવણી કરી રહ્યું છે. UAEમાં ભારતીય દૂતાવાસની તરફથી જાહેર એક નિવેદન અનુસાર ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને અબૂ ધાબી નેશનલ ઓયલ કંપનીને ક્રૂડ ઓઈલ માટે રૂપિયામાં ચુકવણી કરી છે. પણ સવાલ એ છે કે રશિયા સાથે નિષ્ફળતા પછી શું UAE સાથે રૂપિયાના પેમેન્ટની સ્કીમ કામ કરશે? જુઓ Ek Vaat Kau

બ્રેકિંગ ન્યૂઝ