બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સ્યુસાઈડ નોટ લખી 3 સંતાનો સાથે અમદાવાદમાં પરિણીતાએ ગટગટાવી ઝેરી દવા, માતા અને દીકરાનું મોત
Last Updated: 12:19 PM, 13 February 2025
રાજ્યમાં આપઘાતના કિસ્સાઓમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. ત્યારે તાજેતરમાં વધુ એક આવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમદાવાદ શહેરમા એક પરણિતાએ 3 સંતાનો સાથે ઝેરી દવા પીધી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ દવા પીધા બાદ માતા અને પુત્રનુ મોત નિપજ્યું છે. જ્યારે ઝેરી દવા પીધા બાદ 2 બાળકીઓ સારવાર હેઠળ રાખવામાં આવી છે. માતાએ ઘઉંમાં નાખવાની દવા ચોકલેટમાં ભેળવી બાળકોને પીવડાવી હતી. અને આ ઉપરાંત પરિણીતાએ આત્મહત્યા પહેલા સુસાઇડ નોટ પણ લખી હતી.
ADVERTISEMENT
પતિના હાથે સિંદૂર ન પુરવતા
આ સુસાઇડ નોટમાં મહિલાએ મોત માટે કોઈને જવાબદાર ગણાવ્યા ન હતા. ત્યારે પતિના હાથે સિંદૂર ન પુરવતા તેવું લખી મોતને વ્હાલુ કર્યુ હતું. સમગ્ર ઘટનાને લઇ ઓઢવ પોલીસે પુત્રની હત્યા બદલ મૃતક માતા વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ગુજરાત કેડરના બે IAS અધિકારીની LBSNAA સિવિલ સર્વિસીઝ ટ્રેનિંગ સેન્ટર ખાતે બદલી
ત્યારે બીજી તરફ પરણીતાના આત્મહત્યા પાછળના કારણ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. અને પતિ તથા અન્ય નજીકના લોકોની પૂછપરછ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.