બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / wife suicide husband Canal faces of children
Last Updated: 02:55 PM, 21 May 2019
ઓઢવ રિંગરોડ પર આવેલ શ્રેયા રેસિડેન્સીમાં ૩૮ વર્ષીય અનીતા તેનાં ત્રણ બાળકો અને પતિ અમિતસિંઘ વર્મા સાથે રહે છે. અમિતસિંઘની વાપીમાં નોકરી હોવાથી હાલ તે અપડાઉન કરે છે. અનીતાએ ૧પ વર્ષ પહેલાં અમિતસિંઘ સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ અનીતાએ બે પુત્ર અને એક પુત્રીને જન્મ આપ્યો હતો. ત્રણ સંતાનો સાથે અનીતા અને અમિતસિંઘનું જીવન એકદમ સુખી-સંપન્ન ચાલતું હતું.
છેલ્લા ઘણા સમયથી અનીતા અને અિમત વચ્ચે કોઇના કોઇ કારણસર નાના-મોટા ઝઘડા ચાલતા હતા, જેના કારણે અનીતા માનસિક રીતે બીમાર થઇ ગઇ હતી. માનિસક બીમારીથી અનીતા પીડાતી હતી ત્યારે તેનાથી છૂટકો મેળવવા માટે ગઇ કાલે વહેલી સવારે લમણે પિસ્તોલથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.
ફાયિરંગનો અવાજ સાંભળતાંની સાથે જ અડોશપડોશના લોકો ભેગા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર ગઇ કાલે સવારે અમિતસિંઘ, અનીતા તેનો ૧ર વર્ષનો પુત્ર, સાત વર્ષની પુત્રી તેમજ દોઢ વર્ષનો પુત્ર અને ભાણેજ ઘરે હાજર હતાં. બાળકો સૂતાં હતાં ત્યારે અમિતસિંઘ દૂધ લેવા માટે પેટ્રોલ પંપ નજીક ગયો હતો. અમિત દૂધ લેતો હતો ત્યારે ભાણેજે તેને ફોન કર્યો હતો અને મામીએ આત્મહત્યા કરી છે તેવા દુઃખદ સમાચાર આપ્યા હતા.
અનીતાના મોતના સમાચાર સાંભળીને અમિત સીધો ઘરે પહોંચી ગયો હતો, જ્યાં અનીતાને લોહીથી લથપથ હાલતમાં મૃત જોઇ હતી. અનીતાનાં બાળકો સૂતાં હતાં ત્યારે તેણે આ અંતિમ પગલું ભર્યું હતું. અનીતાએ ઉઠાવેલા અંતિમ પગલાથી અમિત તૂટી ગયો હતો અને તેણે પણ આત્મહત્યા કરવાનો વિચાર કરી લેતાં ઘર છોડીને નાસી ગયો હતો. તો બીજી તરફ અનીતાનાં પરિવારજનો અને અમિતનો ભાઇ વિજય અને અન્ય સભ્યો પણ દોડી આવ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતાં તેઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
અનીતા પાસેથી મળી આવેલ પિસ્તોલ લાઇસન્સવાળી છે કે ગેરકાયદે છે તે મામલે પોલીસે પ્રાથિમક તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથિમક તપાસમાં અમિતે આ પિસ્તોલ ગેરકાયદે રાખી હોવાનું સામે આવ્યું હતું. અનીતાની લાશ જોઇને અિમત ઘરેથી ગુમ થતાં પોલીસને હત્યા કરી હોવાની શંકા ગઇ હતી, જેથી અિમતને શોધવા માટે પોલીસે તમામ પ્રયત્ન શરૂ કરી દીધા હતા.
પોલીસ અમિતને શોધી રહી હતી ત્યારે તેનો ભાઇ વિજય પણ સતત તેનો ફોન કરતો હતો. અનીતાની લાશ જોઇને અમિત તેનો ફોન સ્વિચ ઓફ કરીને નાસી ગયો હતો. ઘટનાના થોડાક કલાકો પછી અિમતે તેનો ફોન ચાલુ કરતાં વિજયે તેની સાથે ટેિલફોિનક વાત કરીને પોલીસ સમક્ષ હાજર થઇ જવા માટે સમજાવ્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સાબાશ / રાજકોટના યુવકે વિશ્વની ફલક પર વગાડ્યો ડંકો, કામ જ એવુ કર્યું કે WHO, NASA ગદગદ થયું
Dinesh Chaudhary
અમદાવાદ / VIDEO : અસામાજિક તત્વો વિફર્યા, જાહેરમાં છરી અને લાકડીઓ ઉડી, પોલીસનો ડર ગાયબ!
Dinesh Chaudhary
ગુજરાત / આકાશમાંથી અગનવર્ષા! આજે ભીષણ ગરમીની આગાહી, આ જિલ્લાઓમાં 44 ડિગ્રી પહોંચશે તાપમાન
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.