બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Wife put allegations on husband of raping her on the day of their wedding

કર્ણાટક / પત્નીએ પતિ પર લગાવ્યો રેપનો આરોપ: હાઈકોર્ટએ કહ્યું- આથી વધુ કાયદાના દુરુપયોગનું ઉદાહરણ ન હોઈ શકે

Vaidehi

Last Updated: 06:56 PM, 10 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પત્નીએ પોલીસ ફરિયાદમાં કહ્યું કે તે નથી જાણતી કે લગ્નનાં દિવસે તેની સાથે શું થયું. તેને મેરેજ રજિસ્ટ્રારની સામે હસ્તાક્ષર કર્યા હોવાનું પણ યાદ નથી.

  • પત્નીએ પતિ પર બળાત્કાર કર્યાનો લગાવ્યો આરોપ
  • કહ્યું લગ્નનાં દિવસે શું થયું કંઈ જ યાદ નથી
  • પતિ અને પરિવારજનોએ હાઈકોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં

કર્ણાટક હાઈકોર્ટ: એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે લગ્ન બાદ તેના પતિએ તેની સાથે બળાત્કાર કર્યું છે. મહિલા માત્ર એક જ દિવસ તેની સાથે રહી હતી. હાઈકોર્ટે પતિ અને તેના પરિવારની સામે એક્શન ન લેતાં કહ્યું કે આ મામલાને જોઈને તમને એવું નથી લાગતું કે કાયદાનો દુરુપયોગ થયો છે.  તેમણે કહ્યું કે કાયદાનાં દુરુપયોગનું આથી મોટું ઉદાહરણ ન હોઈ શકે.

4 વર્ષ સુધી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં
પતિ અને તેના પરિવારજનોએ મહિલા દ્વારા કરવામાં આવેલી ફરિયાદ અને IPCની લાગેલી કલમોનો વિરોધ દર્શાવતા ન્યાય માટે હાઈકોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં. માહિતી અનુસાર આ બંને બેંગલુરુની એક MNC મોટરબાઈક શોરૂમમાં એકસાથે કામ કરતાં હતાં. તેમણે 27 જાન્યુઆરી 2023નાં રોજ મંદિરમાં લગ્ન કર્યાં હતાં. આ પહેલા તેઓ 4 વર્ષ સુધી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. તેમણે મલ્લેશ્વરમમાં મેરેજ રજિસ્ટ્રારની સામે લગ્ન નોંધાવ્યાં હતાં . 

લગ્નનાં બીજા જ દિવસે પત્ની માવતર જતી રહી
કથિત ધોરણે પતિને મહિલાનાં પહેલાનાં અફેયર અને પત્નીનો બીજા વ્યક્તિ સાથે સંપર્ક હોવા અંગેની માહિતી તેના વોટ્સએપ પરથી મળી હતી. જો કે આ વાતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો અને લગ્નનાં બીજા જ દિવસે પત્ની પોતાના માવતર જતી રહી હતી.

છૂટાછેડા કરવાની ધમકી આપી
હાઈકોર્ટે કહ્યું કે એવું માનવામાં આવી રહ્યું છે કે મહિલાએ પહેલા યુવકની સાથે છૂટાછેડા કરવાની ધમકી આપી હતી અને બંનેની વચ્ચે આશરે 32 દિવસો સુધી કોઈપણ પ્રકારની વાતચીત નહોતી કરવામાં આવી. આ બાદ ફરિયાદીએ પોલીસમાં FIR નોંધાવી અને પતિ પર આરોપ મૂક્યાં હતાં.

દુષ્કર્મ કર્યાં હોવાનો આરોપ
પત્નીએ પોલીસ FIRમાં કહ્યું કે તે નથી જાણતી કે લગ્નનાં દિવસે તેની સાથે શું થયું હતું. તેણે મેરેજ રજિસ્ટ્રારની સામે સહી કર્યાં હોવાનું પણ યાદ નથી. યુવકને તેના પહેલાનાં અફેરનાં વિશે ખબર પડતાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Court Case Karnataka High Court accusation of rape husband wife કર્ણાટક પતિ-પત્ની રેપ આરોપ હાઈકોર્ટ karnataka high court
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ