બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન લાંબા સમયથી કોઈ ફિલ્મ સાઇન કરી રહ્યો નથી. આ વાતને લઈને તેના ફેન્સમાં ચર્ચા થઈ રહી છે કે, હવે શાહરૂખની આગામી ફિલ્મ ક્યારે આવશે. થોડાં સમય પહેલાં એવા સમાચાર આવ્યા હતા કે શાહરૂખ કરણ જોહરની ફિલ્મમાં કેમિયો કરશે. જોકે, આ અંગે પણ હજી સુધી કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થઈ નથી અને આ બધું જોતાં તેની પત્ની ગૌરી ખાને તેને એક નવું કામ કરવાની સલાહ આપી છે.
શાહરૂખ ખાન લાંબા સમયથી ફિલ્મોથી દૂર
શાહરૂખે વર્ષ 2018 પછી એકપણ ફિલ્મ સાઈન નથી કરી
પત્ની ગૌરીએ આ કામ કરવાની આપી સલાહ
શાહરૂખ હાલમાં જ પત્ની ગૌરી સાથે મુંબઈના એક ડિઝાઇનર સ્ટોરમાં ગયો હતો. આ દરમિયાન ગૌરીએ શાહરૂખની ડિઝાઇનિંગ સ્કીલ વિશે વાત કરી હતી. ગૌરીએ કહ્યું, શાહરૂખની ડિઝાઇનિંગ સ્કીલ બહુ સારી છે. ઘરની ડિઝાઇનમાં પણ તે ફેરફાર કરવા માટે ઘણીવાર સલાહ આપે છે.
ગૌરી ખાને આ દરમિયાન ફિલ્મોથી દૂર થઈ ગયેલાં શાહરૂખ ખાન સાથે મજાક પણ કરી અને કહ્યું, જે રીતે શાહરૂખ હાલ કોઈ ફિલ્મ નથી કરી રહ્યો તો હું તેને ડિઝાઈનર તરીકે કામ કરવાનો બીજો વિકલ્પ આપીશ.
વર્કફ્રંટની વાત કરીએ તો શાહરૂખે 2018માં આવેલી ઝીરો પછી કોઈ ફિલ્મ સાઇન નથી કરી. ઝીરો આનંદ એલ. રાયે ડિરેક્ટ કરી હતી અને એમાં હિરોઇન તરીકે કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા જોવા મળી હતી.