બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / wicketkeeper batter rishabh pant set to be cleared by nca on march 5 says sourav ganguly

ક્રિકેટ / ઋષભ પંત થઈ ગયો એકદમ સાજો, હવે આ તારીખે ઉતરશે રમવાં, ગાંગુલીએ જાહેર કર્યાં ન્યૂઝ

Hiralal

Last Updated: 05:47 PM, 2 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમના સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતને 5 માર્ચ ફિટ જાહેર કરાશે તેવું દિલ્હી કેપિટલ્સના ક્રિકેટ ડાયરેક્ટર સૌરવ ગાંગુલીએ કહ્યું છે.

ભારતીય ટીમનો સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત ક્રિકેટમાં વાપસી કરવા તૈયાર છે કારણ કે હવે તે એકદમ સાજો થઈ ગયો છે. 14 મહિના પહેલા ઉત્તરાખંડમાં કાર એક્સિડન્ટમાં ઘાયલ થયાં બાદ તે ક્રિકેટથી દૂર હતો. હાલમાં તે પોતાની સંપૂર્ણ ફિટનેસ મેળવવા માટે એનસીએમાં મહેનત કરી રહ્યો છે. 

5 માર્ચે પંતને ફિટ જાહેર કરાશે 
દિલ્હી કેપિટલ્સના ક્રિકેટ ડાયરેક્ટર સૌરવ ગાંગુલીએ પંતને લઇને ગૂડ ન્યૂઝ આપ્યાં છે. ગાંગુલીએ કહ્યું કે દિલ્હી કેપિટલ્સ હજુ પણ પંતના ફિટનેસ રિપોર્ટ માટે એનસીએ પાસેથી મંજૂરીની રાહ જોઈ રહી છે અને તે પછી તેઓ કેપ્ટન અને વિકેટકિપર અંગે નિર્ણય લેશે. પંતને 5 માર્ચે નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ)માંથી સંપૂર્ણપણે ફિટ જાહેર કરી શકાય છે, જેના કારણે તે ફરી ક્રિકેટ રમવા આવશે. 5 માર્ચે પંતના ફિટ જાહેર થયાં બાદ અમે કેપ્ટન્સી બેકઅપ વિશે વાત કરીશું. અમે તેની સાથે સાવચેતીભર્યો અભિગમ અપનાવી રહ્યા છીએ કારણ કે તેની આગળ તેની ખૂબ લાંબી કારકિર્દી છે. અમે ઉત્તેજનામાં તેના પર વધારે દબાણ લાવવા માંગતા નથી. પંત કેવી પ્રતિક્રિયા આપે છે તે આપણે જોઈશું. એકવાર એનસીએ તરફથી મંજૂરી મળ્યા પછી તે શિબિરમાં જોડાશે. ગાંગુલીએ કહ્યું, "ઋષભનું ફિટ થવું અમારા માટે મોટી ઉપલબ્ધિ છે. અમને આશા છે કે તે આખી સિઝન રમશે. કારણ કે તે ખૂબ જ ખાસ ખેલાડી છે. અમે કેટલાક ઘરેલું ખેલાડીઓ સાથે પણ કામ કર્યું છે જેમણે તમામ ફોર્મેટ્સમાં સારું પ્રદર્શન કર્યું છે. 

2022માં કાર એક્સિડન્ટ બાદ પંત ક્રિકેટથી હતો દૂર 
પંતને 2022ની સાલમાં ઉત્તરાખંડમાં કારનો એક્સિડન્ટ નડ્યો હતો અને તેમાં તે માંડ બચ્યો હતો ત્યારથી તે ક્રિકેટથી દૂર હતો અને સાજો થઈ રહ્યો હતો. 14 મહિના બાદ તેની વાપસી થઈ રહી છે. 

દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન રહી ચૂક્યો છે

ઉલ્લેખનીય છે કે ઋષભ પંત દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન રહી ચૂક્યો છે. આ વખતની આઈપીએલમાં પણ દિલ્હી કેપિટલ્સ પંતને કેપ્ટન બનાવી શકે છે. ગાંગુલીની વાત પરથી લાગે છે કે પંત એપ્રિલથી શરુ થઈ રહેલી આઈપીએલમાં રમતો દેખાશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Rishabh Pant rishabh pant news આઈપીએલ 2024 ઋષભ પંત Rishabh Pant
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ