બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / હેડ કોચ બનતા જ ગૌતમ ગંભીરે મારી પલટી, જેના કર્યા વખાણ તે પ્લેયર ટીમ ઈન્ડિયામાંથી આઉટ
Last Updated: 10:13 AM, 19 July 2024
Gautam Gambhir Sanju Samson : ક્રિકેટ જગતમાં અનેક વાર એવું બનતું હોય છે કે, અનેક સારા ખેલાડીન પણ ટીમમાં કોઈ સ્થાન નથી મળતું. આવું જ કઈક 27મી જુલાઈથી શરૂ થઈ રહેલા શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમમાં જોવા મળ્યું છે. વાસ્તવમાં શ્રીલંકા પ્રવાસમાં બંને ટીમો વચ્ચે 3 T20 અને ODI મેચ રમાશે. નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીર પણ આ પ્રવાસથી ટીમની કમાન સંભાળશે. આ બંને શ્રેણી માટે પસંદ કરાયેલી ટીમમાં ઘણા આશ્ચર્યજનક નિર્ણયો જોવા મળ્યા છે. વાસ્તવમાં ગૌતમ ગંભીરે એવા ખેલાડીને વનડે શ્રેણી માટે ટીમમાં સ્થાન આપ્યું નથી જેને તે એક સમયે શ્રેષ્ઠ બેટ્સમેન ગણાવતો હતો.
ADVERTISEMENT
ગૌતમ ગંભીરનું 4 વર્ષ જૂનું ટ્વિટ વાયરલ
ADVERTISEMENT
BCCIએ આ બે શ્રેણી માટે અલગ-અલગ કેપ્ટન પસંદ કર્યા છે. T20 ટીમની કમાન સૂર્યકુમાર યાદવને આપવામાં આવી છે, જ્યારે ODI ટીમના કેપ્ટન રોહિત શર્મા હશે. પરંતુ વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનને આ પ્રવાસ પર રમાનારી ODI શ્રેણી માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી. તેનું તાજેતરનું પ્રદર્શન ઘણું શાનદાર રહ્યું છે છતાં તે ODI ટીમમાં પોતાનું સ્થાન ગુમાવી ચૂક્યો છે.
Sanju Samson is not just the best wicketkeeper batsmen in India but the best young batsman in India!
— Gautam Gambhir (@GautamGambhir) September 22, 2020
Anyone up for debate?
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે વર્ષ 2020માં ગૌતમ ગંભીરે સંજુના સમર્થનમાં એક ટ્વિટ કર્યું હતું. તે ટ્વીટમાં તેણે કહ્યું હતું કે, સંજુ સેમસન માત્ર ભારતનો સર્વશ્રેષ્ઠ વિકેટકીપર બેટ્સમેન નથી પરંતુ તે ભારતનો શ્રેષ્ઠ યુવા બેટ્સમેન પણ છે. કોઈને ચર્ચા કરવી છે ? એટલે કે તે સમયે તેણે સંજુને ટીમમાં સ્થાન આપવા માટે અવાજ ઉઠાવ્યો હતો, પરંતુ હવે ગંભીરે તેને ટીમમાં સ્થાન આપ્યું નથી.
ADVERTISEMENT
છેલ્લી ODIમાં ફટકારી હતી સદી
નોંધનિય છે કે, સંજુ સેમસને 2023ના દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયા માટે તેની છેલ્લી ODI મેચ રમી હતી. તે મેચમાં સંજુ સેમસને 114 બોલમાં 108 રનની સદી ફટકારી હતી જેમાં 6 ફોર અને 3 સિક્સ સામેલ હતી. પરંતુ તેમ છતાં તેને વનડે ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે. જોકે સંજુને ટી20 સીરીઝ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. તે તાજેતરના ઝિમ્બાબ્વે પ્રવાસમાં ટી20 ટીમનો પણ ભાગ હતો જ્યાં તેણે શ્રેણીની છેલ્લી મેચમાં શાનદાર ઇનિંગ રમી હતી.
ADVERTISEMENT
કેવુ રહ્યું છે સંજુ સેમસનનું કરિયર
ADVERTISEMENT
નોંધનિય છે કે, સંજુ સેમસને ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 16 ODI અને 28 T20 મેચ રમી છે. વનડેમાં તેણે 56.66ની એવરેજથી 510 રન બનાવ્યા છે. જેમાં 3 અડધી સદી અને 1 સદી સામેલ છે. આ સાથે જ ટી20માં તેણે 21.14ની એવરેજથી 444 રન બનાવ્યા છે. તેણે ટી20માં ટીમ ઈન્ડિયા માટે 2 અડધી સદી પણ ફટકારી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.