સૂર્યગ્રહણ / સૂર્યમાંથી નીકળતા અલ્ટ્રાવાયોલેટ કિરણો હેલ્થ પર કરે છે વિપરિત અસર, જાણો સ્નાનનું ખાસ મહત્વ

Why you should take a bath after solar eclipse and other rules

સૂર્યગ્રહણને લઈને ધર્મગ્રંથો અને પુરાણોમાં અનેક માન્યતાઓ પ્રચલિત છે. પુરાણોમાં એવું કહેવાય છે કે, ચંદ્રગ્રહણ કરતાં વધુ અસર સૂર્યગ્રહણની થાય છે. આ જ કારણથી સૂર્યગ્રહણ માટે શાસ્ત્રોમાં કેટલાક નિયમો જણાવ્યા છે, જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રાધાએ સૂર્યગ્રહણ સમયે કુરૂક્ષેત્રમાં પવિત્ર સ્નાન કર્યું હતું. મહાભારત દરમિયાન થયેલાં ખાસ ગ્રહણ પર દેવી રાધા, દેવી યશોદા અને નંદ બાબા કુરૂક્ષેત્ર આવ્યા હતા. આ ઘટના એ બાબતની પુષ્ટિ કરે છે કે ગ્રહણ પછી પવિત્ર નદી, તળાવ અથવા સરોવરમાં સ્નાન કરવું જોઈએ. જો તમે આ રીતે સ્નાન ન કરી શકો છો ઘરે જ નહાવાના પાણીમાં થોડું ગંગાજળ મિક્સ કરીને પણ સ્નાન કરી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ