આપણને બધાનો ઘડિયાલ પહેરવાનો ઘણો શોખ હોય છે. મોટાભાગના લોકો ઘડિયાળ પોતાના ડાબા હાથમાં પહેરતા હોય છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યુ છે કે લોકો શા માટે ઘડિયાળ ડાબા હાથમાં પહેરે છે?
આજે અમે તમને જણાવીશું કે લોકો કેમ પોતાના ડાબા હાથમાં ઘડિયાળ પહેરે છે અને તે પાછળનુ કારણ શુ છે. પહેલાના સમયમાં ઘડિયાળ હાથમાં નહીં પરંતુ ખિસ્સામાં મુકવામાં આવતી હતી.
તમે પણ જૂના જમાનાની ચેનવાળી ઘડિયાળો જોઇ હશે જેને ખિસ્સામાં રાખવામાં આવતી હતી અને ખિસ્સામાંથી નિકાળીને તેમાં સમય જોવામાં આવતો હતો.
પરંતુ કહેવાય છે કે કેટલાક લોકો આ ચેનવાળી ઘડિયાળ હાથમાં પહેરવા લાગ્યા અને આ હાથમાં ઘડિયાળ પહેરવાનું ચલણ શરૂ થવા લાગ્યું. એક સર્વેના જણાવ્યા અનુસાર ડાબા હાથમાં ઘડિયાળ પહેરવાનું મુખ્ય કારણ એ છે કે મોટાભાગના લોકો પોતાના ડાબા હાથથી વધારે કામ નથી કરતા હોતા.
જ્યારે તમારો જમણો હાથ વ્યસ્ત હોય છે તો તે દરમિયાન ડાબા હાથમાં સમય જોવો ઘણો સરળ રહે છે અને કામ પણ જમણા હાથથી ચાલતું રહે છે. તમને જણાવી દઇએ કે જમણાં હાથથી બીજા કામ કરવાથી તમારી ઘડિયાળ પણ સુરક્ષિત રહે છે. જેથી ડાબા હાથમાં ઘડિયાળ પહેરવામાં આવે છે.