બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / પાકમાં ચેમ્પિયન ટ્રોફી પહેલા 'ભારતના ઝંડા' પર વિવાદ, ઇન્ડિયનનો આક્રોશ જોતાં PCBએ કરી ચોખવટ
Last Updated: 09:27 PM, 17 February 2025
ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાનમા શરૂ થવા જઈ રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજનૈતિક મામલાના કારણે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન જવાની ના પડી દીધી જેના કારણે આ ટુર્નામેન્ટ હાઇબ્રીડ મોડલના આધારે રમાશે. ભારત પોતાના બધા જ મુકાબલા UAEમાં રમશે. ટૂર્નામેન્ટ શરૂ થતા પહેલા પાકિસ્તાનના કરાંચી નેશનલ સ્ટેડિયમમાં ઓપનિંગ ટુર્નામેંટ સેરેમની રાખી જેમાં ભારતનો ઝંડો નહોતો બતાવ્યો. તેના પર ભારતીય ફેન્સે સોશિયલ મીડિયા પર ખૂબ હંગામો મચાવ્યો. હવે પાકિસ્તાને આ મુદ્દા પર ચુપ્પી તોડી છે અને સ્પષ્ટીકરણ આપ્યું છે.
ADVERTISEMENT
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જણાવ્યું કે, આ નિર્દેશ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) તરફથી આવ્યો છે અને મેચના દિવસે ફક્ત ચાર ધ્વજ લહેરાશે. એવી પૂરી શક્યતા છે કે પાકિસ્તાનના ત્રણેય સ્થળોએ ભારતીય ધ્વજ દેખાશે નહીં, કારણ કે ભારતીય ટીમ પાકિસ્તાનમાં એક પણ મેચ રમશે નહીં.
PCBના પ્રવક્તાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, "ICCએ સલાહ આપી હતી કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના મેચના દિવસે માત્ર ચાર ધ્વજ ફરકાવવામાં આવશે, ICC, PCB અને તે દિવસે મેચ રમવા વાળી બંને ટીમો. ખૂબ સરળ છે."
ADVERTISEMENT
જણાવી દઈએ કે ઈન્ડિયા પોતાના દરેક મુકાબલા દુબઈમાં રમશે. ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 20 ફેબ્રુઆરીનો બાંગ્લાદેશ વિરુદ્ધ રમશે. આ બાદ 23 ફેબ્રુઆરીએ ભારતનો મુકાબલો પાકિસ્તાન સાથે છે. લીગ સ્ટેજની છેલ્લી મેચ ટીમ ઈન્ડિયા 2 માર્ચને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમશે.
આ પણ વાંચોઃ બુમરાહ બાદ ભારતને બીજો ફટકો! દુબઈ પ્રેક્ટિસમાં આ સ્ટારને ગંભીર ઈજા, ચેમ્પિયન્સ ટ્રોફી પર પ્રશ્નાર્થ
ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે, જેમને 4-4 ના બે ગ્રુપમાં વહેંચવામાં આવ્યો છે. બંને ગ્રુપે ટોપ-2 ટીમો સેમિફાઇનલમાં પોતાની જગ્યા બનાવશે. 9 માર્ચને ટુર્નામેન્ટની ફાઇનલ રમાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.