મહામંથન / સરકારની જાહેરાત છતા ફી ભરવાનું દબાણ કેમ ?

રાજ્યની કેટલીક શાળાઓ અને એમાય અમદાવાદની શાળાઓ વાલીઓને ફી ભરવા માટે અથવા ફી નહીં ભરે તો સર્ટી લઈ લેવા અંગે દબાણ કરી રહી છે..અમદાવાદ તો ઠિક પરંતુ નાના શહેરોની પ્રખ્યાત શાળાઓ પણ વાલીઓને ફી ભરવા દબાણ કરે છે અથવા તેમ ના કરે તો પોતાના વિદ્યાર્થીને શાળામાંંથી એલસી લઈ લેવા દબાણ કરે છે. એક તરફ રાજ્ય સરકારના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા VTV સમક્ષ એ એલાન કરી ચુક્યા છે કે કોઈપણ સ્કૂલ વાલીઓને ફી ભરવા માટે દબાણ કરશે તો તેની સામે કાર્યવાહી થશે. શાળાઓ વાલીઓને કોઈ દબાણ નહીં કરી શકે. તેમ છતા શાળાઓ પોતાની મનમાની કરે છે અને ફી ભરવા માટે દબાણ કરે છે. ત્યારે અહીં સવાલ એ થાય છે કે કેમ સ્કૂલ સંચાલકો વાલીઓન ફી માટે દબાણ કરે છે. કેમ શિક્ષણના નામે વસુલાત થાય છે. સરકારની જાહેરાત છતા ફી ભરવાનું દબાણ કેમ થઈ રહ્યુ છે. શાળાઓ અને વાલીઓ કેમ અસમંજસમાં રહે છે...આ સહિતના સવાલો પર છે આજનું મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ