હવે અભિનેતા શૈલેષ લોઢાએ શોથી અલગ થવાનું કારણ જાહેર કર્યું છે, કહ્યું અસિત કુમાર મોદીએ તેમની સાથે ખૂબ જ ખરાબ રીતે વાત કરી હતી અને સેટ પર એક્ટર્સ સાથે તેના નોકરની જેમ વર્તે છે
શૈલેષ લોઢાએ TMKOC શોથી અલગ થવાનું કારણ જાહેર કર્યું
મારા સ્વાભિમાનની વાત હતી જેના કારણે શો છોડી દીધો
મેકર્સ સેટ પર એક્ટર્સ સાથે તેના નોકરની જેમ વર્તે છે
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલ વર્ષોથી ચાહકોનું મનોરંજન કરે છે. આ શો શરૂઆતથી જ તેની વાર્તાના આધારે દર્શકોને આકર્ષે છે. એટલા માટે આ શો ઘણીવાર ટીઆરપી લિસ્ટમાં રહે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ શોના મેકર્સ અને કલાકારો વચ્ચે તણાવ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. અત્યાર સુધી શો છોડી ચૂકેલા ઘણા કલાકારોએ મેકર્સ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમાંથી એક અભિનેતા શૈલેષ લોઢા છે જેણે શોમાં તારક મહેતાનું પાત્ર ભજવ્યું હતું. હવે તે સતત શોના મેકર્સને એક્સપોઝ કરી રહ્યા છે.
શો ના મેકર્સે શૈલેષનું અપમાન કર્યું
કાનૂની લડાઈ જીત્યા બાદ હવે અભિનેતા શૈલેષ લોઢાએ શોથી અલગ થવાનું કારણ જાહેર કર્યું છે. અભિનેતાએ હવે શોને અલવિદા કહેવાનું કારણ દર્શાવીને નિર્માતાઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે. શૈલેશે જણાવ્યું કે અસિત કુમાર મોદીએ તેમની સાથે ખૂબ જ ખરાબ રીતે વાત કરી હતી અને અન્ય શોનો ભાગ બનવા માટે તેમનું અપમાન પણ કર્યું હતું. શૈલેશે જણાવ્યું કે કેવી રીતે નિર્માતાઓએ તેની ફી રોકીને તેને હેરાન કરવાનો પ્રયાસ કર્યો અને તેઓ ઇચ્છતા હતા કે અભિનેતા એક કરાર પર હસ્તાક્ષર કરે જે તેના અધિકારોને પ્રતિબંધિત કરે.'
મારા સ્વાભિમાનની વાત હતી જેના કારણે શો છોડી દીધો
શૈલેષે કહ્યું છે કે આ તેના સ્વાભિમાનની વાત હતી જેના કારણે તેણે શો છોડી દીધો હતો. અભિનેતાએ યાદ કર્યું કે 2022 માં તેને સેલિબ્રિટી ગેસ્ટ તરીકે સ્ટેન્ડ-અપ શોમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. તે કવિ બનીને ખૂબ જ ખુશ હતો પરંતુ શોના પ્રસારણના એક દિવસ પહેલા જ અભિનેતાને નિર્માતાઓનો ફોન આવ્યો. નિર્માતાઓએ શૈલેષને પૂછ્યું કે તે શોમાં કેવી રીતે આવી શકે અને આ સમય દરમિયાન એમને ખૂબ ખરાબ ભાષાનો ઉપયોગ કર્યો હતો જે બાદ શૈલેષને ગુસ્સો આવી ગયો હતો.
મેકર્સ સેટ પર લોકો સાથે તેના નોકરની જેમ વર્તે છે
એમને પોતાના બચાવમાં કહ્યું કે તેઓ કોઈ કેરેક્ટર બનીને શો કરવા માટે નહતા ગયા પણ માત્ર શૈલેષ તરીકે ગેસ્ટ બનીને ગયા હતા. નિર્માતાઓને આમાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ. આટલું જ નહીં, અસિત મોદીએ એક વખત સેટ પર અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કર્યો હતો. તે ઘણીવાર સેટ પર લોકો સાથે તેના નોકરની જેમ વર્તે છે. પણ અસિત તેની સાથે જે રીતે બોલ્યો તે તે સહન ન કરી શક્યો. જે પછી, 17 ફેબ્રુઆરી, 2022 ના રોજ, તેણે શોમાંથી અલગ થવાના નિર્ણયની જાહેરાત કરતો મેલ મોકલ્યો હતો.