તો આ કારણથી હવન સમયે બોલાય છે સ્વાહા

By : krupamehta 03:30 PM, 24 December 2018 | Updated : 03:30 PM, 24 December 2018
હિંદુ ધર્મમાં કોઇ પણ અનુષ્ઠાન કે શુભ કાર્ય હવન વગર પૂર્ણ થતું નથી. પરંતુ શું તમે જાણો છો કે હવન સમયે હંમેશા ઓમ સ્વાહા કેમ બોલવામાં આવે છે. આજે અમે તમને એના મહત્વ માટે જણાવીશું. 

હિંદુ શાસ્ત્રો અનુસાર હવનમાં મંત્રની શરૂઆત હંમેશા ઓમથી થાય છે કારણ કે આ સૃષ્ટિનો સાર માનવામાં આવે છે. કહેવાય છે કે આ અક્ષરમાં બ્રમ્હા, વિષ્ણુ અને મહેશ ત્રણેયના ગુણ મળેલા હોય છે. 

ઓમમાં ત્રણ અર્થ છુપાયેલા હોય છે. જેમાં રાજ, સત અને તમ સામેલ છે. કારણ કે ભગવાનોમાં સૌથી પહેલા ગણેશ જી ને પૂજવામાં આવે છે, એટલે માનવામાં આવે છે કે ઓમમાં ભગવાન ગણેશ સમાહિત છે. 

પૌરાણિક માન્યતાઓ અનુસાર ઓમમાં ગણેશજીના તમામ ગુણ સમાહિત હોય છે. એટલા માટે માનવામાં આવે છે કે દરેક મંત્રના જપ પહેલા ધ્યાન ગણેશજીનું કરવામાં આવે છે. 

હવનના અંતમાં સ્વાહા શબ્દ બોલવામાં આવે છે. કારણ કે માન્યતા છે કે દેવી દેવતાઓના અર્પણ કરવામાં આવતો ભોગ અગ્નિ દ્વારા એમના સુધી પહોંચાડી શકાય છે. 

માનવામાં આવે છે કે દેવી સ્વાહાના પ્રભાવથી જ અગ્નિ દેવને યજ્ઞમાં શક્તિ મળે છે. એમની આ મહિમાના કારણે યજ્ઞ ત્યાં સુધી પૂરું થતું નથી જ્યાં સુધી દેવી સ્વાહાનું નામ લેવામાં આવે નહીં. 

પૌરાણિક માન્યતાઓ અનુસાર યજ્ઞમાં હવન સામગ્રીની સાથે ખીર, પૂરી અને નારિયેળ વગેરે ચઢાવવામાં આવે છે. Recent Story

Popular Story