બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ધર્મ / Why shoes or slippers should not be kept upside down? If you know the reason, do not do this even by mistake

વાસ્તુ ટિપ્સ / પગરખાં કે ચપ્પલ કેમ ઊંધા ન રાખવા જોઈએ? કારણ જાણશો તો ભૂલથી પણ નહીં કરો આ કામ

Megha

Last Updated: 02:22 PM, 27 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો ઘરમાં ભૂલથી ચપ્પલ કે જૂતું ઊંધું થઈ જાય તો ઘરના વડીલો તરત જ આપણને ટોકે છે અને તેને સીધું કરવા કહે છે. પરંતુ શું તમે જાણો છો કે આ પાછળનું કારણ શું છે? જો નહીં, તો આજે અમે તમને આ લેખ દ્વારા જણાવીશું.

  • પગરખાં અને ચપ્પલ ઊંધા રાખશો તો થશે નુકશાન
  • નાણાકીય નુકશાન વેઠવાનો વારો પણ આવે છે
  • ઘરમાં તણાવનું વાતાવરણ પણ બની રહે છે

ઘરમાં કે બહાર ઉંધા ચંપલ કે જૂતા જોતાં જ વડીલો તરત જ અટકાવે છે અને તેને સીધું કરવા કહે છે. પરંતુ શું તમે જાણો છો કે ચપ્પલ કે શૂઝને શા માટે ઊંધા ન રાખવા જોઈએ? આખરે તેની પાછળનું કારણ છે શું? ભાગ્યે જ કોઈ વ્યક્તિને આ ખબર હશે. વાસ્તુ અનુસાર જો તમે ચપ્પલ અથવા જૂતા ઊંધા રાખો છો તો તમારે જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે જ ચપ્પલ કે શૂઝને ક્યારેય ઊંધા ન રાખવા જોઈએ. ચપ્પલ કે શૂઝને ઊંધા રાખવાથી શું- શું પરેશાનીઓ થઈ શકે છે તેના વિશે જાણીએ .

1. ઘરમાં કંકાશનું કારણ બને છે
એવું કહેવાય છે કે ચપ્પલ કે શૂઝને ઊંધુ રાખવાથી ઘરમાં ઝઘડો થાય છે અને કોઈ કારણ વગર કંકાશ થાય છે. એટલા માટે ચપ્પલ અને શૂઝને ઘરની સામે કે ઘરમાં ઊંધા ન રાખવા જોઈએ.

2. નાણાકીય નુકશાન વેઠવાનો વારો આવે છે
જો તમે ઊંધા જૂતા અથવા ચપ્પલ જુઓ તો તેને તરત જ સીધું કરી દો ,નહીં તો દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે. જેના કારણે તમારે પૈસાની ખોટનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે આપણા ઘરના વડીલો આપણને આમ કરતા રોકે છે.

3. રોગ થવાનું જોખમ રહે છે
જૂતા અને ચપ્પલ ઘરમાં ભૂલથી પણ ઊંધા ન રાખવા જોઈએ. એવું માનવામાં આવે છે કે ચપ્પલ કે જૂતા ઊંધા રાખવાથી ઘરમાં બીમારીઓ આવે છે. તેમજ ઘરના સભ્યોની વિચારસરણી પર પણ ખરાબ અસર પડે છે. આ સિવાય ઘરમાં તણાવનું વાતાવરણ પણ બની રહે છે. એટલા માટે જો ક્યારેય ચંપલ આકસ્મિક રીતે ઉલટું થઈ જાય તો તેને તરત જ સીધું કરો.

4. શનિદેવ ક્રોધિત થઈ શકે છે
કહેવાય છે કે ઘરમાં ચપ્પલ કે જૂતા ઊંધા રાખવાથી શનિદેવ ગુસ્સે થાય છે, કારણ કે શનિદેવને પગનો કારક માનવામાં આવે છે. એટલા માટે ચપ્પલને સીધા રાખવાનું વધુ સારું છે.

5. ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે
વાસ્તુ અનુસાર ચપ્પલ અને જૂતા ઊંધા રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે અને ઘરમાંથી સકારાત્મકતા દૂર થાય છે. આ સિવાય પરિવારના સુખ-શાંતિમાં પણ ઘણી અડચણો આવે છે.

6. દેખાવમાં પણ ખરાબ લાગે છે
એક કારણ એ પણ છે કે જો વસ્તુઓ યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે મૂકવામાં આવે તો તે દેખાવમાં સારી લાગે છે. જો ઘરના દરવાજે કે ઘરમાં ચપ્પલને ઊંધુ રાખવામાં આવે તો તે સારું નહીં લાગે અને તેને જોઈને તમારું મન બગડી જશે. એટલા માટે ચપ્પલ અને જૂતાંને યોગ્ય રીતે અને યોગ્ય જગ્યાએ રાખવા જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ