બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Why Prime Minister Narendra Modi Chose Maldives For His First Foreign Visit

રાજનીતિ / જાણો, પ્રધાનમંત્રી મોદીએ પ્રથમ વિદેશ યાત્રા માટે માલદીવની કેમ કરી પસંદગી

vtvAdmin

Last Updated: 05:33 PM, 8 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીના બીજા કાર્યકાળના પ્રથમ વિદેશ પ્રવાસની શરૂઆત થઈ ચુકી છે. પ્રધાનમંત્રી પ્રથમ પ્રવાસમાં માલદીવ અને શ્રીલંકાની મુલાકાતે છે. ત્યારે તેઓ માલદીવ પહોંચ્યા હતા.  ઉલ્લેખનીય છે કે, પોતાના પ્રથમ કાર્યકાળની યાત્રામાં વડાપ્રધાન મોદીએ ભૂટાનની પસંદગી કરી હતી જ્યારે બીજા કાર્યકાળની શરૂઆતમાં તેમણે માલદીવની પસંદગી કરી છે.

આપને જણાવી દઇએ કે, માલદીવ પહોંચેલા વડાપ્રધાન મોદીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીના માલદીવ પ્રવાસમાં તેઓ સંસદમાં સંબોધન પણ કરનાર છે અને માલદીવની સંસદમાં પ્રધાનમંત્રી મોદીનું સન્માન પણ કરવામાં આવનાર છે. આતંકી હુમલા બાદ પ્રધાનમંત્રી મોદીના શ્રીલંકા પ્રવાસ પર સૌની નજર છે. 

કારણકે, તાજેતરમાં જ શ્રીલંકામાં ભયાનક આતંકી હુમલો થયો હતો. ત્યારે આતંકવાદ સામે લડવા માટે શ્રીલંકા-ભારત એકજૂટ થઈ શકે છે. તો માલદીવની વાત કરવામાં આવે તો 2018માં માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ સાલેહના શપથગ્રહણમાં પણ પ્રધાનમંત્રી મોદીએ હાજરી આપી હતી. સંસદમાં સંબોધનની વાત કરવામાં આવે તો મોદી ગત પાંચ વર્ષમાં US સહિત 10 દેશોની સંસદમાં કરી સંબોધન ચુક્યા છે. ત્યારે આજે તેઓ માલદીવની સંસદમાં સંબોધન કરવા જઈ રહ્યા છે.

માલદીવ સાથે વર્ષો જુનો સંબંધ

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી ભારતે માલદીવમાં મોટા પાયે રોકાણ કર્યું છે. ભારત ત્યાં સૈન્યની મદદ, પ્રશિક્ષણ અને કેપેસિટી બિલ્ડીંગમાં મદદ કરી રહ્યું છે. 1988માં ભારતે ઓપરેશન કેક્ટસ દ્વારા માલેમાં ચીત્ર બદલાવાની યોજનાને વિફળ બનાવી હતી. ઓપરેશન દરમિયાન ભારતીય સૈનિકો ત્યાં વિમાન દ્વારા પહોંચ્યા હતા અને માલદીવના તત્કાલિન રાષ્ટ્રપતિ ગમૂમને રેક્સ્યુ કર્યા હતા. 
 

 

સંકળાયેલા મુદ્દાઓ

First Foreign Visit Ibrahim Mohamed Solih India Maldives Narendra Modi prime minister politics
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ