બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:06 PM, 6 October 2022
ADVERTISEMENT
યુકેના ગૃહ સચિવ સુએલા બ્રેવરમેને કહ્યું છે કે, ભારત સાથેના વેપાર સોદા અંગે તેમને ઘણી આશંકાઓ છે. તેમના મતે આ ડીલ બાદ યુકેમાં ઈમિગ્રેશન વધી શકે છે. જ્યારે વડા પ્રધાન લિઝ ટ્રસ ઇચ્છતી હતી કે દિવાળી સુધીમાં ભારત સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવે. ભારત સરકાર તરફથી સતત માંગ કરવામાં આવી રહી છે કે ભારતીય નાગરિકો માટે વર્ક અને સ્ટડી વિઝાની સંખ્યા વધારવામાં આવે. આ વર્ષની શરૂઆતમાં પૂર્વ પ્રધાનમંત્રી બોરિસ જોનસને કહ્યું હતું કે ભારત સાથે થયેલા આ કરાર બાદ ઇમિગ્રેશનને વેગ મળી શકે છે. બ્રેવરમેન, જે પોતે ઇમિગ્રન્ટ છે, તેણે એક ઇન્ટરવ્યુમાં આ વાત કહી હતી.
કેમ મુદ્દો ગરમાયો છે
સ્પેકટેટરને આપેલા ઇન્ટરવ્યૂમાં બ્રેવરમેને કહ્યું છે કે, યુકેમાં લાંબી સમયમર્યાદાના વિઝા રહેવાથી ભારતીય શરણાર્થીઓની સંખ્યામાં વધારો થઇ શકે છે. તેમણે ભારત સાથેના આ કરારનો સખત વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે તેમની પહેલા દેશના ગૃહમંત્રી પ્રીતિ પટેલ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સની સંખ્યા વધારવા માંગતા હતા. તેમના મતે, આ કરાર જરૂરી નથી અને તે યોગ્ય રીતે કામ કરશે, તે પણ જરૂરી નથી.
ADVERTISEMENT
આંકડાઓ શું કહે છે?
યુકેના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વર્ષ 2020 માં, 20,706 ભારતીયો એવા હતા કે જેઓ તેમના વિઝાની મુદત પૂરી થયા પછી પણ વધુ દિવસો સુધી રોકાયા હતા. બ્રિટિશ મીડિયા અનુસાર આ સંખ્યા અન્ય કોઇ પણ દેશના નાગરિકો કરતા ઘણી વધારે છે. આગામી 12 મહિનામાં 4,73,600 ભારતીયોના વિઝા પૂરા થવાના હતા અને 4,52,894 લોકો યુકે છોડીને જતા રહ્યા હતા. એટલે કે, 4.4 ટકા ભારતીયો તેમના વિઝાની મુદત પૂરી થયા પછી પણ બ્રિટનમાં રોકાયા હતા.
ઓપન બોર્ડર પ્રવાસન નીતિ અંગે ચિંતિત
બ્રેવરમેને સ્પેકટેટરને કહ્યું હતું કે તે ભારત સાથે ઓપન બોર્ડર પ્રવાસન નીતિ અંગે ખૂબ જ ચિંતિત છે. તેમના મતે લોકોએ આ કારણે બ્રેક્ઝિટને મત આપ્યો ન હતો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેણી એવા સોદાને ટેકો આપશે કે જે ફક્ત વિદ્યાર્થીઓ અને ઉદ્યોગપતિઓ માટે જ છે? તેથી તેણે એક સરળ જવાબ આપ્યો. તેમનું કહેવું હતું કે, "પણ મને થોડી આશંકાઓ છે. જરા આ દેશના વસાહતીઓને જુઓ - જેમાં ભારતીયોની સૌથી મોટી સંખ્યા છે.'
ગોવાથી જોડાયેલી છે બ્રેવરમેન
42 વર્ષીય સુએલા બ્રેવરમેન ભારતના ગોવાની રહેવાસી છે અને એટર્ની જનરલ રહી ચૂકી છે. બ્રેવરમેન, ટ્રસની સૌથી મોટી સમર્થક છે. જુલાઈના મધ્યમાં, જ્યારે ટ્રુસ બીજા બેલેટ રાઉન્ડમાં પાછળ રહી ગઈ હતી, ત્યારે બ્રેવરમેને તેના માટે તેના તમામ પ્રયત્નો કર્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT