સોશિયલ મીડિયા તમારા પર કેવી અસર કરે છે તેનો આધાર તમે કેટલો સમય ગાળો છો અને કોને ફોલો કરો છો તેના પર પણ રહેલો છે. સોશિયલ મીડિયા આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ જ નહીં, કરોડો લોકો માટે એક એડિકશન બની ગયું છે. લોકો સમય હોય કે ન હોય વોટસએપ, ફેસબુક ઇન્સ્ટાગ્રામ ,ટ્વિટર પર રચ્યાપચ્યા રહે છે. જોકે કયારેય આપણે વિચાર્યું છે કે સોશિયલ મીડિયાના ફોટોગ્રાફસ અને વિવિધ પોસ્ટ તમારા માનસ પર કેવી અસર કરે છે? પછી ભલે તે તમારા મિત્રના હોલિડેના ફોટા હોય અથવા કોઈ સેલિબ્રિટીનો જિમમાં વર્કઆઉટ કરતો ફોટો હોય.
અન્ય લોકોના સુંદર ફોટા સોશિયલ મીડિયા પર જોઈને ઘણા લોકો લઘુતાગ્રંથી અનુભવે
સંશોધનના તારણ મુજબ લોકો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરેલા ફોટાની તુલના કરવાનું શરૂ કરે છે
નકારાત્મક લાગણી કે હતાશા પેદા થતી હોય તો મોબાઇલ બાજુ પર મુકીને મનપસંદ પ્રવૃતિમાં ધ્યાન કેન્દ્રિત કરો
આ બધુ જાણે-અજાણે લોકોનાં માનસ પર ઉંડી અસર કરે છે.સેલિબ્રિટીઝના ફોટા ઘણીવાર બનાવટી રીતે સુંદર બનાવીને રજૂ કરાતા હોય છે.જો કે, સોશિયલ મીડિયાના યોગ્ય ઉપયોગથી આપણે આ ફોટા જોઈને પોતાને સારું અનુભવી શકીએ છીએ અથવા ઓછામાં ઓછું ખરાબ લાગવાનું તો બંધ કરી શકીએ છીએ. સોશિયલ મીડિયા પર અલબત્ત હજુ જોઇએ તેવા સંશોધન થયા નથી. પરતું જે સંશોધન થયાં છે તેમાંથી કેટલાક સંકેતો મળે છે. ઉદાહરણ તરીકે, આપણે એ સાબિત કરી શકતા નથી કે ફેસબુક પાછળ કલાકો વિતાવનારા લોકોમાં નકારાત્મક લાગણીઓ ઉત્પન્ન થાય છે કે કેમ? પરંતુ ફેસબુકમાં સતત ડૂબેલા ઘણાખરા લોકો પોતાને સુંદર દેખાવા બાબતે ચિંતામાં રહે છે.અન્ય લોકોના સુંદર ફોટા સોશિયલ મીડિયા પર જોઈને ઘણા લોકો લઘુતાગ્રંથી અનુભવે છે.
લાંબા ગાળે પોતાના વિશે નકારાત્મક વિચારવાનું શરૂ કરે છે. કારણ કે તમે સેલિબ્રિટીઝ અથવા એવા લોકોથી પ્રભાવિત થાવ છો જે તમારી નજરમાં સુંદર અથવા હેન્ડસમ છે.સંશોધન કહે છે કે સોશિયલ મીડિયા પર તમ તમારી જાતની કોની સાથે તુલના કરીએ છીએ તે એક અગત્યનું છે.સિડનીની મૈક્વેરી યુનિવર્સિટીએ તેના પર સંશોધન કર્યું છે. સંશોધનના તારણ મુજબ લોકો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરેલા ફોટાની તુલના કરવાનું શરૂ કરે છે. ઘણીવાર લોકો પોતાને ઊતરતી કક્ષાના સમજે છે. યુનિવર્સિટીના ૨૨૭ વિદ્યાર્થીઓને આ વિશે પુછાયું ત્યારે મોટાભાગનાએ કહ્યું કે તેઓ અન્ય લોકો કરતા પોતાને ઓછા સુંદર સમજે છે સોશિયલ મીડિયા પર ઘણીવાર લોકો પોતાની જાતને બહુ કૃત્રિમ રીતે રજૂ કરે છે.
સોશિયલ મીડિયામાં દરેક વ્યકિત એકદમ ખુશહાલ હોય છે. દરેક કપલ સૌથી રોમેન્ટિક અને ખુશ હોય છે. પરંતુ અનેક કિસ્સામાં તે વાસ્તવિકતા હોતી નથી. સોશિયલ મિડીયા લોકોની જિંદગીનો એકસ રે નહીં પણ મુખવટો પણ હોય છે. જોકે સોશિયલ મીડિયા પરની દરેક તસવીર તમારા પર નકારાત્મક અસર કરે છે, તે જરૂરી નથી. ઘણા લોકો સોશિયલ મીડિયા સારા કામની,એકસર્સાઇઝ સહિત સારી ટેવોને દર્શાવતા ફોટા, મીડિયા કે પોસ્ટ મૂકે છે.જે તમને પ્રેરણા પણ આપી શકે છે. યુકેની બ્રિસ્ટોલ યુનિવર્સિટીએ ૧૬૦ વિદ્યાર્થિનીઓ સાથે વાત કરી હતી. જેમણે સોશિયલ મીડિયા પર લોકોની માત્ર એકસર્સાઇઝ કરતી પોસ્ટ જોઇ તો લઘુતાગ્રંથિવાળી લાગણી થઇ.પરંતુ જયારે પ્રેરણાદાયી લખાણવાળી પોસ્ટ વાંચી તો તેની સારી અસર પડી હતી.
સેલ્ફી અને તેને ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક પર મૂકવાનો લોકોમાં જબરદસ્ત ક્રેઝ છે. ટોરોન્ટોની યોર્ક યુનિવર્સિટીની સંશોધક જેનિફર મિલ્સએ સેલ્ફીના શોખીનોમાં એક પ્રયોગ હાથ ધર્યો હતો. જેમાં છોકરીઓનાં એક જૂથને તેમના ફોટા ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર મૂકવા જણાવ્યું હતું. કેટલીક છોકરીઓને ફક્ત એક જ ફોટોગ્રાફ લેવાની મંજૂરી આપવામાં આવી હતી.જયારે અન્ય છોકરીઓને મન ફાવે એટલી સેલ્ફી લેવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમને સેલ્ફી એડિટ કરવાની પણ મંજૂરી અપાઇ હતી. જેનિફર અને તેના સાથીઓએ નોંધ્યું કે સેલ્ફી લેતી મોટાભાગની યુવતીઓને તેમની સુંદરતા પર વિશ્વાસ દેખાતો ન હતો. જેમને ફોટા એડિટ કરવાની મંજૂરી આપવામાં આવી હતી તેમનામાં પણ પોતે સારી દેખાય છે તેવો વિશ્વાસ ન હતો.
એક સંશોધનમાં એવું કહેવામાં આવ્યું હતું કે જે લોકો સેલ્ફી લીધા પછી તેને અપલોડ કરવામાં વધુ સમય વિતાવે છે તેમનામાં આત્મવિશ્વાસનો અભાવ હોય છે. મોટાભાગનાં સંશોધન મહિલાઓ પર કેન્દ્રિત છે. જો કે, પુરુષો પર સંશોધનનાં પરિણામો પણ ખાસ જુદા નથી.ફિટનેસને લગતી પોસ્ટ વધુ જોતાં પુરુષો પોતાના શરીર વિશે નકારાત્મક વિચારવાનું વિચારે છે. જોકે સંશોધકો કહે છે કે સોશિયલ મીડિયા પર વધુ સંશોધન થવું જોઈએ. નિષ્ણાતો કહે છે કે સોશિયલ મીડિયાથી કોઇપણ પ્રકારની નકારાત્મક લાગણી કે હતાશા પેદા થતી હોય તો મોબાઇલ બાજુ પર મુકીને મનપસંદ પ્રવૃતિમાં ધ્યાન કેન્દ્રિત કરો.સોશિયલ મીડિયાની અસરનો આધાર તેના પર પણ છે કે તમે કોને ફોલો કરો છો.