બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાલનપુરની દક્ષાને કેમ યાદ આવ્યો પુનઃજન્મ? આ પદ્ધતિ દ્વારા જાણી શકાય, વિજ્ઞાને પણ સ્વીકાર્યું

રિબર્થનું રહસ્ય / પાલનપુરની દક્ષાને કેમ યાદ આવ્યો પુનઃજન્મ? આ પદ્ધતિ દ્વારા જાણી શકાય, વિજ્ઞાને પણ સ્વીકાર્યું

Last Updated: 09:07 PM, 24 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાલનપુરની સાડા ચાર વર્ષની દક્ષા ઠાકોર નામની બાળકીને પોતાના અગાઉના જન્મનું કેમ સ્મરણ થઈ આવ્યું? તેની પાછળ એક હેરાની કરી મૂકે તેવું કારણ જવાબદાર છે.

પાલનપુરના ખસા ગામની સાડા ચાર વર્ષની દક્ષા ઠાકોરે પોતાના પુનઃજન્મની વાતો કહીને ગુજરાત સહિત દેશભરમાં ચર્ચા જગાવી દીધી છે. દક્ષાની વાતમાં કેટલો દમ છે, આ અંગે મનોચિકિત્સો શું કહી રહ્યાં છે? મનોચિકિત્સો પુન:જન્મની ઘટનાને સાચી ગણાવી રહ્યાં છે. 1944ની સાલમાં અમેરિકાના વૈજ્ઞાનિક ડોક્ટર બ્રેન વાઈઝે પણ અનેક રિસર્ચમાં સાબિત કરી આપ્યું હતું કે પુન:જન્મ થાય છે.

પુન:જન્મ હોય જ છે-પાલનપુરના મનોચિકિત્સક

દક્ષા ઠાકોરના દાવા બાદ પાલનપુરના જાણીતા મનોચિકિત્સક ડો,દેવેન્દ્ર ચૌધરીને કહેવું છે પુન:જન્મ હોય જ છે અને આજુબાજુમાં કોઈ પણ પ્રકારનો માહોલ ન હોવા છતાં પણ દક્ષાનું અવિરત ધારામાં હિંદુ બોલવું પુન:જન્મને સાબિત કરે છે. તેમના કહેવાનો અર્થ એટલો પુનઃજન્મની વાત સાચી છે.

દક્ષાને કેમ યાદ આવ્યો પુન:જન્મ

પુન:જન્મનું સ્મરણ એક ખાસ કારણને લીધે છે. વૈજ્ઞાનિકો અને પુરાણોમાં એ વાતનો ઉલ્લેખ છે કે મરતી વખતે માણસની કોઈ વાસના અધૂરી રહી જાય તો તે નવા જન્મમા તે પ્રમાણે પ્રગટ થાય છે. સામાન્ય રીતે ગર્ભાવસ્થા દરમિયાન ઓક્સીટોસિન નામનું કેમિકલ માતાના ગર્ભાશયમાંથી નિકળી જતું હોય છે પરંતુ જો રહી જાય તો બાળકને પાછલના જન્મને યાદ આવી શકે છે, હવે દક્ષાના કિસ્સામાં આ થીયરી કામ કરી ગઈ હોઈ શકે.

ધાબુ પડતાં પ્રિંજલ મરી ગઈ, દક્ષા બનીને પાલનપુરમાં જન્મી

ગઈ કાલે પાલનપુરના ખસા ગામમાં ખેત મજૂર જેતાજી ઠાકોરની સાડા ચાર વર્ષની દક્ષા નામની બાળકીએ પુનઃજન્મનો દાવો કરીને ચોંકાવી દીધાં છે. દક્ષાએ કહ્યું કે અંજારમાં ભૂકંપ વખતે ઘરનું ધાબૂ પડી જતાં તેનું મોત થયું હતું. દક્ષા બોલતા શીખી ત્યારથી હિન્દીમાં વાતો કરવા લાગી હતી. દાખલા તરીકે પાણી જોઈતું હોય તો બોલતી કે માં મુજે પાની દે, શરુઆતમાં તો બધાએ આંખ આડા કાન કર્યાં પરંતુ તેની હિંદીમાં વાતો ચાલુ રહેતા માતાપિતાએ પૂછતાં તેણે પુનઃજન્મનું રહસ્ય ખોલી નાખ્યું હતું. દક્ષાને હવે ખસા ગામમાં ગોઠી ગયું છે અને તેના પહેલા જન્મવાળા ઘેર અંજારમાં જવા માગતી નથી પરંતુ ખાસ વાત એ છે કે દક્ષાને તેના આગલા જન્મના માતા-પિતાનું નામ કે તે અંજારમાં કઈ જગ્યાએ રહેતી હતી તે વિશે કોઈ સ્મરણ નથી. દક્ષાના પિતા જેતાજીનું કહેવું છે કે કોઈ કુદરતનો સંકેત હશે કે તેનો પુન:જન્મ છે કે નહીં તે ભગવાન જાણે પરંતુ જો તેના આગળના જન્મના માતાપિતાનું નામ આપે તો અમે તપાસ કરીએ. દક્ષાની માતાએ કહ્યું કે દક્ષા સતત હિન્દી બોલતી હોવાથી મને કંઈ ગતાગમ પડતી નથી. માતાનું કહેવું છે કે તેમની દીકરી ત્રણ વર્ષની હતી ત્યારથી હિન્દી બોલે છે પણ હું અભણ હોવાથી મને કંઈ ખબર પડતી ન હતી પરંતુ તે એવું રટણ કરતી હતી કે તે અંજારમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે હું ત્યાં મરી ગઈ હતી અને તમારા ત્યાં પૂર્ણ જન્મ લીધો છે.

પાસ્ટ લાઈફ રિગ્રેશન દ્વારા જાણી શકાય છે પુનઃજન્મ

વિજ્ઞાનમાં પાસ્ટ લાઈફ રિગ્રેશન નામની થેરેપી ઉપલબ્ધ છે જેના દ્વારા કોઈ પણ વ્યક્તિ તેના અગાઉના જન્મને જાણી શકે છે પરંતુ આ કામ ફક્ત નિષ્ણાંત હિપ્નેથેરેપિસ્ટ જ કરાવી શકે છે અને તેમાં અચેતન મનની શક્તિઓનો ઉપયોગ કરીને વ્યક્તિના અગાઉના જન્મમાં જઈ શકાતું હોય છે. સંમોહનને અતથી ઈતિ સુધી જાણનાર વ્યક્તિ પણ પોતાની જાતે આ થેરેપીમાં ઉતરી શકે છે.

વધુ વાંચો : 'અંજારની પ્રિંજલ', પાલનપુરમાં દક્ષા બનીને જન્મી', 4 વર્ષની ટેણીને યાદ આવ્યો પોતાનો આગલો ભવ

શું કહ્યું બુદ્ધપુરુષોએ

હવે છેલ્લી વાત જ્ઞાનીઓ, સિદ્ધપુરુષો અને બુદ્ધપુરુષો પણ પુનઃજન્મની વાતને સાચી ગણાવી છે. જૈન ધર્મના 24મા તીર્થંકર મહાવીર પણ ભારપૂર્વક કહી ચૂક્યાં હતા કે વ્યક્તિનો પુનઃજન્મ હોય જ છે પરંતુ બધાને તે યાદ નથી રહેતો, જોકે સભાનપણે તેને જાગૃત કરી શકાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Palanpur Daksha Thakore Daksha Thakore reincarnation
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ