આ કારણોથી નવરાત્રીમાં ના ખાવા જોઇએ ડુંગળી-લસણ

By : juhiparikh 02:56 PM, 12 October 2018 | Updated : 02:56 PM, 12 October 2018
નવરાત્રી દરમિયાન લસણ-ડુંગળીનો ઉપયોગ ના કરવો જોઇએ. નવરાત્રીમાં દારૂ-સિગારેટ, માંસાહારનું સેવન કરવાની મનાઇ છે. પરંતુ શું તમને ખબર છે કે લસણ અને ડુંગળી શા માટે ના ખાવા જોઇએ...

શાસ્ત્રો મુજબ ભોજન ત્રણ પ્રકારનું હોય છે. પહેલું તામસિક, બીજ રાજસિક અને ત્રીજું સાત્વિક

સાત્વિક ભોજન:

સાત્વિક ભોજન સૌથી શુદ્ધ માનવામાં આવે છે. આ ભોજન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. સાત્વિક ભોજનથી શરીર શુદ્ઘ થાય છે અને મનને શાંતિ મળે છે. ભોજન તૈયાર કર્યાના 3-4 કલાકની અંદર સેવન કરવામાં આવે તો તેને સાત્વિક માનવામાં આવે છે. 

તેમાં તાજા ફળો, પાંદડાવાળા શાકભાજી, બદામ, અનાજ, દૂધ, ફળોનો રસ, ઓછું તેલ મસાલાવાળા શાકભાજીનો સમાવેશ કરવામાં આવે છે. નવરાત્રીમાં સાત્વિક ભોજન કરવાનું વિધાન છે અને તેમાં લસણ-ડુંગળીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. 

રાજસિક ભોજન:

રાજસિક ભોજન તેને કહેવામાં આવે છે જેમાં અત્યધિક સ્વાદિષ્ટ લાગે છે અને સાથે અલગ પ્રકારની ગંધ આવે છે. એવી ગંધ કે મોંઢામાં લાંબો સમય સુધી આવે છે. લસણ, ડુંગળી, મશરૂમનો ઉપયોગ રાજસિક ભોજનમાં કરવામાં આવે છે. બ્રાહ્મણ, જૈન ધર્મ શાસ્ત્રોમાં તેના સેવન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજસિક ભોજન ખાવાથી ઉત્તેજના અને ઉન્માદ વધી જાય છે. આ ભોજન ધ્યાનમાં મુશ્કેલી ઉતપન્ન કરે છે.

તામસિક ભોજન:

મન અને શરીર બંનેને નિરસ બનાવે છે. પાચનમાં પણ ઘણો સમય લાગે છે. જેમાં ઇંડા, માંસ, માછલી અને તમામ પ્રકારનો ભોજન અને પીણું કે જેનાથી નશો થાય તેનો સમાવેશ કરવામાં આવે છે. આ ઉપરાંત વાસી ભોજન પણ તામસિક ગણવામાં આવે છે. એટલા માટે નવરાત્રી દરમિયાન લસણ-ડુંગળી ન ખાવા જોઇએ.Recent Story

Popular Story