બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / કપડાં રોજ ધોવાના પણ ન્હાવાનો રૂમાલ કેમ નહીં? આટલા દિવસે ધોઈ કાઢવો હિતાવહ
Last Updated: 08:26 PM, 16 January 2025
આપણે સ્નાન કર્યા બાદ જે ટુવાલ શરીર સાફ કરવા ઉપયોગ કરીએ છીએ તે અનેક બેક્ટેરિયાનું ઘર હોય છે. આપણે કપડાં તો દરરોજ ધોઈએ છીએ પણ ટુવાલ દરરોજ નથી ધોતા. એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, લગભગ એક તૃત્યાંસ લોકો મહિનામાં એક જ વખત ટુવાલ ધોવે છે તો અમુક લોકો વર્ષમાં એક જ વખત ધોવે છે.
ADVERTISEMENT
ટુવાલ પર કરવામાં આવેલા એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે તમે તમારા શરીરને સૂકવવા માટે જે ટુવાલનો ઉપયોગ કરો છો તે લાખો બેક્ટેરિયાનું પ્રજનન સ્થળ હોય છે. સ્નાન કર્યા બાદ પણ કેટલાક કીટાણુઓ આપણા શરીર પર રહે છે, જે આપણા શરીરમાંથી ટુવાલમાં જાય છે. ભારતમાં કરવામાં આવેલા એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે ફક્ત 20% લોકો અઠવાડિયામાં બે વાર ટુવાલ ધોવે છે.
અનેક લોકો સ્નાન કર્યા બાદ બાથરૂમમાં જ ટુવાલ સૂકવવા માટે છોડી દે છે. સ્ટડીમાં જાણવા મળ્યું છે કે આવું કરવું તમારા માટે ખૂબ જ ખતરનાક બની શકે છે. જ્યારે પણ આપણે ટોઇલેટ ફ્લશ કરીએ છીએ, ત્યારે અમુક બેક્ટેરિયા ટુવાલ પર ચોંટી જાય છે. આ બેક્ટેરિયા ટુવાલ પર બાયોફિલ્મ બનાવવાનું શરૂ કરે છે, જેના કારણે આપણા ટુવાલનો રંગ પણ બદલાઈ જાય છે અને ઘણી વખત ધોવા બાદ પણ ટુવાલ પહેલા જેવો દેખાતો નથી.
ADVERTISEMENT
ટુવાલનો જેટલો લાંબો સમય ઉપયોગ કરીએ છીએ તે તેટલો જ લાંબો સમય સુધી ભીનો રહે છે. આ ભેજવાળું વાતાવરણ રોગાણું માટે અનુકૂળ હોય છે અને તે ઇન્ફેક્શનનું કારણ બની શકે છે. એક્સપર્ટ અનુસાર ભીના ટુવાલ દ્વારા આપણે સાલ્મોનેલા, નોરોવાયરસ જેવા ઇન્ફેક્શનનો ભોગ બની શકીએ છીએ. તમે કોવિડ-19 જેવા વાયરસથી પણ પ્રભાવિત થઈ શકો છો, કેમ કે કોવિડ-19 જેવા વાયરસ ટુવાલ પર 24 કલાક સુધી જીવિત રહી શકે છે.
એક્સપર્ટ અનુસાર નિયમિતપણે ટુવાલ ધોવા જેવી આદતો બેક્ટેરિયલ ઇન્ફેક્શન ઘટાડવામાં મદદ કરી શકે છે. અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત ટુવાલ ધોવો જોઈએ. જે લોકો કોઈપણ ઇન્ફેક્શનનો ભોગ બને છે તેમની પાસે પોતાનો અલગ ટુવાલ હોવો જોઈએ. ટુવાલને ઘરના કપડા કરતાં વધુ ગરમ તાપમાને (40-60C, 104-140F) અને લાંબા સમય સુધી એન્ટિમાઇક્રોબાયલ ડિટર્જન્ટથી ધોવા જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Anti-Valentines Week / 15 થી 21 ફેબ્રુઆરી સુધી એન્ટી વેલેન્ટાઇન વીક, આજે સ્લેપ ડે, જાણો કયા દિવસનો શું મતલબ?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.