બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / પિતૃપક્ષમાં કેમ નથી ખરીદાતી નવી વસ્તુઓ? કારણ સન્માન જનક, કંઈ પણ લેતા પહેલા આટલું વિચારજો
Last Updated: 09:52 AM, 13 September 2024
હિન્દુ કેલેન્ડર મુજબ પિતૃ પક્ષ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિથી શરૂ થાય છે અને અશ્વિન અમાવાસ્યાના દિવસે સમાપ્ત થાય છે. જણાવી દઈએ કે, પિતૃ પક્ષના 16 દિવસ પિતૃઓ માટે શ્રાદ્ધ વિધિ અને તર્પણ કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આ 16 દિવસ પિતૃઓ ધરતી પર વંશજોની વચ્ચે રહે છે અને તેમના દ્વારા કરવામાં આવેલ શ્રાદ્ધ કર્મથી પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે. આ વખતે પિતૃ પક્ષની શરૂઆત 17 સપ્ટેમ્બરથી થાય છે.
ADVERTISEMENT
જ્યોતિષ શાસ્ત્રના અનુસાર, પિતૃ પક્ષ દરમિયાન કેટલીક વસ્તુઓ ન કરવી જોઈએ. જો તમે આ વસ્તુઓનું ધ્યાન નહીં રાખો તો પિતૃઓ નારાજ થઈ જશે અને વંશજોને દંડિત કરે છે. જાણો પિતૃ પક્ષમાં નવી વસ્તુઓ ખરીદવાનું કેમ ટાળવામાં આવે છે.
ADVERTISEMENT
શુભ કાર્ય કરવામાં નથી આવતા
જ્યોતિષ શાસ્ત્રના અનુસાર, પિતૃ પક્ષ દરમિયાન કોઈપણ પ્રકારના શુભ કાર્ય ન કરવા જોઈએ. ધાર્મિક ગ્રંથોમાં પિતૃ પક્ષ દરમિયાન શુભ કાર્ય જેમ કે, લગ્ન, નવું ઘર ખરીદવાનું, ગૃહ પ્રવેશ, લગ્નની ખરીદી વગેરે ન કરવાની મનાઈ છે. માન્યતા છે કે આ સમયે પિતૃઓ પોતાના વંશજો સાથે આધ્યાત્મિક રીતે જોડાય છે. આવી સ્થિતિમાં પૂર્વજોનું ધ્યાન કરવું જોઈએ અને તેમના આશીર્વાદ લેવા જોઈએ. કહેવાય છે કે, આ સમયગાળામાં કોઈ પણ શુભ કાર્ય પર ધ્યાન આપવાની જગ્યાએ પિતૃઓ પર ધ્યાન આપવું જોઈએ.
કૃષ્ણનું અનોખું મંદિર, ભોગ ન ધરાવવામાં આવે તો પાતળી પડી જાય છે મૂર્તિ
આ માટે શુભ કાર્ય કરવામાં નથી આવતા
માન્યતા છે કે પિતૃ પક્ષ દરમિયાન વંશજ પિતૃઓને સન્માથી યાદ કરે છે. આ સમયે નવી વસ્તુઓ ખરીદવી અથવા શુભ કાર્ય કરવું એક ઉત્સવ તરીકે માનવામાં આવે છે. તેથી આ પ્રકારના કાર્યો કરવાની મનાઈ છે. કહેવાય છે કે આ સમયે કોઈપણ શુભ કાર્ય અથવા કોઈ નવી વસ્તુઓ ખરીદવી એ એ પિતૃઓનું અપમાન માનવામાં આવે છે.
વધુ વાંચોઃ- પરિવર્તિની એકાદશી પર અચૂક કરો આ 5 ઉપાય, ભગવાન વિષ્ણુ નસીબનું ચક્ર સમૃદ્ધિ તરફ ફેરવશે
પિતૃલોકમાં પાણીની અછત છે
જ્યોતિષ શાસ્ત્રના અનુસાર, 16 દિવસ માટે પિતૃઓ ધરતી પર આવે છે. 16 દિવસ સુધી પિતૃલોકમાં પાણીની અછત હોય છે. પિતૃપક્ષ દરમિયાન પિતૃઓને તર્પણ કરવામાં આવે છે. જેથી પિતૃઓ તૃપ્ત થઈ શકે અને આ પિતૃઋણ હોવાના કારણે પિતૃપક્ષમાં શુભ કાર્ય કરવા પર પ્રતિબંધ છે.
નવી વસ્તુઓ ખરીદવા પર પ્રતિબંધ છે
16 દિવસ સુધી વંશજ પોતાના પિતૃઓને સન્માન આપે છે અને તેમને યાદ કરે છે. આ 16 દિવસો જ એવા છે જ્યારે પૂર્વજો પ્રસન્ન થઈ શકે છે. તેમને પ્રસન્ન કરવા માટે આ દિવસોમાં પિંડદાન, તર્પણ અને શ્રાદ્ધ વગેરે કરવું જોઈએ. આ દરમિયાન નવી વસ્તુ જેમ કે ઘર, ગાડી, સોનુ વગેરે ખરીદવું ન જોઈએ. આ દરમિયાન કોઈપણ નવું કામ કરવાનું વર્જિત માનવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.