બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / હિંડનબર્ગ રિસર્ચ કંપનીનું શટર કેમ ડાઉન થયું? કોણ છે નેથન એંડરસન, જાણો સંપૂર્ણ વિગત

બિઝનેસ / હિંડનબર્ગ રિસર્ચ કંપનીનું શટર કેમ ડાઉન થયું? કોણ છે નેથન એંડરસન, જાણો સંપૂર્ણ વિગત

Last Updated: 01:00 PM, 16 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકન શોર્ટ-સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચ પર તાળું વાગવા જઈ રહ્યું છે. આ એ જ કંપની છે જેણે ભારતના અદાણી ગ્રુપનો એક ચોંકાવનારો રિપોર્ટ રજૂ કરીને આરોપો મૂક્યા હતા. તેનો ફાઉન્ડર નેથન એંડરસને બુધવારે મોડી રાતે હિંડનબર્ગ રિસર્ચ બંધ થવાની જાહેરાત કરી છે ત્યારે ચાલો મળીએ નેથન એંડરસનને.

હિંડનબર્ગ રિસર્ચે ઓગસ્ટ 2024માં તેના રિપોર્ટમાં SEBI ચીફ માધવી પૂરી અને તેના પતિ ધવલ બુચ અને અદાણી ગ્રૂપના ચેરમેન પર ગંભીર આરોપો મૂકતો એક ચોંકાવનારો રિપોર્ટ રજૂ કર્યો હતો. આ હિંડનબર્ગ રિસર્ચની શરૂઆત વર્ષ 2017 માં થઈ હતી અને આ રિસર્ચનો મુખ્ય ઉદ્દેશ્ય મોટી મોટી ઔદ્યોગિક સંસ્થાઓનો પર્દાફાશ કરવાનો હતો.

હિંડનબર્ગ રિસર્ચ કેમ બંધ થઈ રહ્યું છે?

નેથન એંડરસનનું કહેવું છે કે હિંડનબર્ગ રિસર્ચને બંધ કરવાનો નિર્ણય ખૂબ સમજી વિચારીને લેવામાં આવ્યો છે. જો કે આ બંધ કરવા પાછળ તેમણે કોઈ યોગ્ય કારણ રજૂ કર્યું નથી. નેથનનું કહેવું છે કે કંપનીની શરૂઆત એક ચોક્કસ કામ માટે કરવામાં આવી હતી જે પૂરું થઈ જવા પર તેને બંધ કરવામાં આવી રહ્યું છે. એંડરસને હિંડનબર્ગ રિસર્ચ ફર્મને બંધ કરવા બદલ નિર્ણય બાબતે સપષ્ટ કરતાં કહ્યું છે કે આ એક ખૂબ જ અંગત નિર્ણય છે. તેમણે કહ્યું, "કોઈ એક ખાસ વાત નથી, કોઈ વિશેષ ખતરો નથી, કોઈ હેલ્થ ઇશ્યૂ પણ નથિકે કોઈ વ્યક્તિગત મુદ્દો પણ નથી."

"મેં હિન્ડનબર્ગ રિસર્ચને બંધ કરવાનો નિર્ણય લીધો છે. મેં ગયા વર્ષના અંતથી મારા પરિવાર, મિત્રો અને ટીમને આ વિશે કહ્યું હતું. અમારી યોજના એવી હતી કે અમે જે વિચારો પર કામ કરી રહ્યા હતા તે પૂર્ણ થતાં જ હિન્ડનબર્ગ રિસર્ચને બંધ કરી દઈએ. અને તે દિવસ આજે છે." - નેથન એંડરસન, ફાઉન્ડર - હિંડનબર્ગ રિસર્ચ

હિંડનબર્ગ રિસર્ચમાં કઈ કંપનીઓ હતી નિશાન પર?

હિંડનબર્ગ રિસર્ચે ઘણી મોટી કંપનીઓ સામે ગંભીર નાણાકીય આરોપો લગાવ્યા હતા. જેમાં ભારતના અદાણી ગ્રુપ અને અમેરિકાના ઇકાન એન્ટરપ્રાઇઝનો સમાવેશ થાય છે. હિંડનબર્ગ રિસર્ચના અહેવાલને કારણે આ કંપનીઓને અબજો ડોલરનું નુકસાન થયું. અદાણી ગ્રુપને સૌથી મોટો ફટકો પડ્યો. જ્યારે હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બહાર આવ્યો ત્યારે અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણી વિશ્વના ચોથા સૌથી ધનિક વ્યક્તિ હતા.પરંતુ, રિપોર્ટ બહાર આવ્યા પછી, ગ્રુપની બધી લિસ્ટેડ કંપનીઓના શેરમાં તીવ્ર ઘટાડો થયો. તે સમયે, અદાણી પણ ટોચના 20 અમીરોની યાદીમાંથી બહાર હતા. ગયા વર્ષે ઓગસ્ટમાં, SEBIના વડા માધવી પુરી અને અને તેમના પતિ ધવલ બુચનો અદાણી ગ્રુપ સાથે જોડાયેલી એક ઓફશોર કંપનીમાં હિસ્સો છે તેવો દાવો તેમાં થયો હતો.

કોણ છે નેથન એંડરસન?

નેથન એન્ડરસન હિન્ડનબર્ગ રિસર્ચના સ્થાપક અને મુખ્ય વિશ્લેષક છે. એન્ડરસન અને તેની રિસર્ચ ફર્મે વિવિધ કંપનીઓ સામે નાણાકીય અનિયમિતતાના અહેવાલો જાહેરમાં પ્રકાશિત કર્યા છે. તે લોકો નાણાકીય છેતરપિંડીના કેસોનો પર્દાફાશ કરવાનો દાવો કરે છે. તેમના અહેવાલોને મીડિયા અને વ્યાપાર જગતમાં ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવતા હતા. ખાસ કરીને લિસ્ટેડ કંપનીઓના શેર પર આની ખૂબ જ નકારાત્મક અસર પડી. એન્ડરસન ઘણીવાર વિવાદાસ્પદ રહ્યા છે અને તેમના કામ માટે તેમને ટીકાનો સામનો કરવો પડ્યો છે. જોકે, એન્ડરસન હંમેશા દાવો કરતા હતા કે તેમણે જે કંઈ કર્યું તેનો હેતુ વ્યાપાર જગતમાં ચાલી રહેલી ગડબડને રોકાણકારો સમક્ષ ઉજાગર કરવાનો હતો.

વધુ વાંચો: હિંડનબર્ગ રિસર્ચના સ્થાપકે કંપની બંધ કરવાનો નિર્ણય લીધો, X પર લાગણીશીલ પોસ્ટમાં શું કહ્યું ?

હિંડનબર્ગ નામ કેવી રીતે પડ્યું?

6 મે 1937 ના રોજ એક ગંભીર હવાઈ અકસ્માત થયો. બ્રિટનના માન્ચેસ્ટર શહેરમાં હિન્ડેનબર્ગ નામનું જર્મન એર સ્પેસશીપ હવામાં ક્રેશ થયું. આ અકસ્માતમાં 35 લોકોના મોત થયા હતા. તપાસમાં જાણવા મળ્યું કે કંપનીએ નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું અને વિમાનમાં તેની ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડ્યા હતા, જેના કારણે આ અકસ્માત થયો હતો. એન્ડરસનનું માનવું હતું કે જો કંપનીએ નિયમોનું પાલન કર્યું હોત તો આટલો મોટો અકસ્માત ન થયો હોત. એટલા માટે એન્ડરસને 2017 માં પોતાની કંપનીનું નામ 'હિંડનબર્ગ' રાખ્યું. એન્ડરસને દાવો કર્યો હતો કે તેઓ નાણાકીય અનિયમિતતાઓમાં સંડોવાયેલી કંપનીઓનો પર્દાફાશ કરવા માંગતા હતા જેથી હિંડનબર્ગ એરશીપ જેવી દુર્ઘટના શેરબજારની દુનિયામાં ન બને.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nathan Anderson Hindenburg Research Adani Group
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ