કુંવારી મહિલા કરતાં પરણેલી સ્ત્રી વધુ આકર્ષિત લાગે છે. જાણો કેમ

By : krupamehta 02:19 PM, 16 April 2018 | Updated : 02:20 PM, 16 April 2018
શું તમે કદી તે વાત પર ધ્યાન દોર્યું છે કે કુંવારી મહિલા કરતા પરણિત મહિલાઓ વધુ આકર્ષક લાગતી હોય છે. ઘણી વખત લગ્નમાં પણ તેવું બને છે કે કોઇ સુંદર યુવતી વિષે પૂછપરછ કરતા ખબર પડે કે તે તો પરણિત છે! તેવું નથી કે કુંવારી મહિલાઓ સુંદર નથી દેખાતા.

હકીકત તો છે કે પરણિત મહિલાઓ વધુ આત્મવિશ્વાસથી ભરેલી અને જાજરમાન હોય છે. અને પુરુષોને તેમની આજ અદા આકર્ષક લાગે છે. કારણે મોટા ભાગની કુંવારી યુવતી પોતાના દેખાવને લઇને દુવિધા અનુભવતી હોય છે. ત્યારે સામે પક્ષે પતિના પ્રેમના કારણે પરણિત મહિલાને પોતાના દેખાવ બાબતે એક આત્મવિશ્વાસ આવે છે જે તેના લૂકમાં પણ સાફ ઝલકાઇને આવતો હોય છે. ત્યારે શું કારણ છે પરણિત મહિલાઓની આ સુંદરતા શું ખાલી પુરુષો રૂપ જ દેખે છે તેમના કે પછી આત્મવિશ્વાસ, નજકતતા અને લાવણ્ય પરણિત મહિલાઓની સુંદરતાને વધુ સુંદર કરી દે છે? આ અંગે વધુ જાણો અહીં...

સામાન્ય રીતે પરણિત મહિલા તેના પતિ અને બાળકોનું પ્રેમથી જતન કરે છે. વળી તેની સ્ત્રીગત માટે નજાકતા તેને સંપૂર્ણ બનાવે છે. અને તેમની આ જ સંપૂર્ણતા તેમને વધુ આકર્ષક બનાવે છે.

પરણિત યુવતીઓનો આત્મવિશ્વાસ તેમની આંખોમાં ચમકે છે. તે તેમના લૂક માટે સભાન હોય છે. અને તેમનો આ જ આત્મવિશ્વાસ તેમને આકર્ષિત કરી દે છે.

પરણિત મહિલાઓ તે સારી પેઠે પુરુષોની માનસિકતાને સમજે છે. તેમની પાસે તેનો અનુભવ હોય છે. તે પુરુષોને ભાવનાત્મક જરૂરીયાતોને પણ જાણે છે. અને એટલે જ તે પુરુષો સાથે સારો રેપો ધરાવે છે.

પરણ્યા બાદ પરણિત મહિલા પોતાના દેખવાને લઇને સહજ થઇ જાય છે જ્યાં સામે પક્ષે મોટાભાગની કુંવારી છોકરીઓ લધુતાગ્રંથિથી પીડાતી હોય છે. પરણિત સ્ત્રીની કંઇ ખાસ મહેનત કર્યા વગર પણ સારી દેખાય છે. ત્યાં જ કુંવારી મહિલા આ માટે વધુ પડતી મહેનત કરી લે છે. જે કારણે પુરુષો પરણિત સ્ત્રીઓની આ સહજતાના કાયલ થાય છે.

કુંવારી છોકરીમાં નાદનિયત વધુ હોય છે જ્યારે પુરુષોને મેચ્યોર છોકરીઓ વધુ ગમતી હોય છે. અને લગ્ન બાદ મહિલાઓ વધુ પરિપક્વ થાય છે. અને તેમની આ પરિપક્વતા જ તેમના દેખાવમાં લાવણ્ય લાવે છે.

પુરુષોને રિસ્ક ગમે છે તેમને જે સરળતાથી મળતું હોય તેના કરતા જે મુશ્કેલીથી મળે તેવું પામવું ગમે છે. અને આજ કારણે તે આવા અશક્ય વાતો પ્રત્યે વધુ આકર્ષિત થાય છે.

પરણ્યા બાદ કોઇ પણ સ્ત્રીના શરીરમાં બદલાવ જોવા મળે છે. આ બદલાવના કારણે તે વધુ આકર્ષક લાગવા લાગે છે. ભલે મોડલિંગ ઇન્ડસ્ટ્રીમાં પતળી છોકરીઓનો ક્રેઝ હોય પણ પુરુષોને કર્વી મહિલાઓ વધુ ગમે છે.

પરણિત મહિલાઓ સ્પષ્ટ વ્યક્તા હોય છે. તેમની પાસે તેટલો સમય નથી હોય કે તે ટાઇમપાસ કરી શકે. એટલે તે સીધુ અને ટૂંકમાં પતાવાનું માને છે. વળી તે પોતાના વિચારોને લઇને પણ વધુ સ્પષ્ટ હોય છે. અને આ જ કારણે તેમની સાથે વાત પુરુષો માટે સરળ પડી જાય છે. અને તેમના સ્પષ્ટ વિચારો પણ તેમને અલગ તારવે છે.Recent Story

Popular Story