બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO: PM મોદીએ પ્રયાગરાજમાં સૂતેલા હનુમાનજીની કરી પૂજા અર્ચના, ઈતિહાસ 600 વર્ષ જૂનો

ઉત્ત પ્રદેશ / VIDEO: PM મોદીએ પ્રયાગરાજમાં સૂતેલા હનુમાનજીની કરી પૂજા અર્ચના, ઈતિહાસ 600 વર્ષ જૂનો

Last Updated: 03:22 PM, 13 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM In Lete Hanumanji UP : PM મોદીએ પ્રયાગરાજમાં અક્ષય વટ અને લેટે હનુમાન મંદિર (સૂતેલા હનુમાનજી મંદિર)માં પૂજા અર્ચના કરી, જાણો આ મંદિરના વર્ષો જૂના ઇતિહાસ વિશે

PM In Lete Hanumanji UP : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજની મુલાકાતે છે. PM અહીં લગભગ 7000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે. PM મોદીએ પ્રયાગરાજમાં અક્ષય વટ અને લેટે હનુમાન મંદિર (સૂતેલા હનુમાનજી મંદિર)માં પૂજા અર્ચના કરી હતી. લેટે હનુમાન મંદિર ખૂબ જ પ્રાચીન મંદિર છે. તે પ્રયાગરાજમાં અકબરના કિલ્લા પાસે ગંગાના કિનારે છે. અહીં હનુમાનજીની 20 ફૂટ ઊંચી દક્ષિણમુખી પ્રતિમા છે. આ પ્રતિમા જમીનથી 7 ફૂટ નીચે હોવાનું કહેવાય છે. આ મંદિર 600 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. એવું કહેવાય છે કે જ્યારે હનુમાનજી લંકા જીતીને પાછા ફર્યા હતા, ત્યારે તેમણે થાક અનુભવીને અહીં આરામ કર્યો હતો. તે અહીં સંગમ પર ગંગાના કિનારે સૂતા હતા. આ કારણે આ મંદિરનું નામ લેટે હનુમાન મંદિર (સૂતેલા હનુમાનજી મંદિર) પડ્યું.

પ્રયાગરાજમાં ગંગાના કિનારે આવેલું સૂતેલા હનુમાનજીનું મંદિર

પ્રયાગરાજમાં આ મંદિર અકબરના કિલ્લા પાસે ગંગાના કિનારે છે. અહીં હનુમાનજીની 20 ફૂટ ઊંચી દક્ષિણમુખી પ્રતિમા છે. આ પ્રતિમા જમીનથી લગભગ 7 ફૂટ નીચે છે. તેમના ડાબા હાથમાં ગદા અને જમણા હાથમાં રામ-લક્ષ્મણ છે. એવું કહેવાય છે કે અહિરાવણ હનુમાનજીના ડાબા પગ નીચે અને કામદા દેવી તેમના જમણા પગ નીચે દટાયેલા છે.

વધુ વાંચો : સુરતના રત્ન કારીગરોએ હીરાથી જડ્યો ભારતનો નકશો, PM મોદીએ કર્યા વખાણ, ખાસિયત અનેરી

માતા જાનકીની સલાહથી આરામ લીધો!

સંગમ શહેરમાં આવેલું હનુમાન મંદિર કિલ્લા હનુમાનજી, બડે હનુમાનજી, દામ વાલે હનુમાનજી અને લેટે હનુમાનજી તરીકે પણ ઓળખાય છે. આ મંદિર લગભગ 600 વર્ષ જૂનું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, જ્યારે હનુમાનજી લંકા જીતીને પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને રસ્તામાં ખૂબ જ થાક લાગવા લાગ્યો હતો. તેમને થાકેલા જોઈને માતા સીતાએ તેમને થોડો સમય આરામ કરવા કહ્યું. માતા જાનકીની સલાહ પર હનુમાનજી સંગમના કિનારે ગંગાના કિનારે આડા પડ્યા. બાદમાં તે જ જગ્યાએ હનુમાનજીનું મંદિર બનાવવામાં આવ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Uttar Pradesh, Prayagraj Lete Hanumanji PM Modi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ